મનોરંજન

Ranbir Kapoorનો આ લૂક જોઈને તમને તેની કઈ ફિલ્મ યાદ આવી ગઈ

એનિમલની સફળતા બાદ રણબીર કપૂર (Ranbir Kapoor) તેની આગામી ફિલ્મ રામાયણના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ રણબીર કપૂરની ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં ફિલ્મના સેટનો સીન જોવા મળ્યો હતો. જેમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. રણબીર કપૂર પણ ભગવાન રામનું પાત્ર ભજવવા માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. દરમિયાન, તાજેતરમાં રણબીર કપૂર નવા લૂકમાં જોવા મળ્યો છે.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં રણબીર કપૂર બ્લેક કલરની ટી-શર્ટ અને ઓરેન્જ શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અભિનેતા ક્લીન શેવન લુકમાં જોવા મળી રહ્યો છે. એનિમલમાં મોટી દાઢી સાથે જોવા મળતા રણબીરનો આ નવો ફ્રેશ લૂક લોકોને પસંદ આવી રહ્યો છે. રણબીરના આ લૂકને જોઈને કેટલાકને તો તેની પહેલી ફિલ્મ સાવરિયાંની યાદ આવી ગઈ છે.

રણબીરની ફિલ્મ એનિમલએ તેને ફિલ્મ ફેર એવોર્ડ પણ આપવ્યો હતો. આ ફિલ્મમાં તે આલ્ફા મેન તરીકે રોલ ભજવતો હતો અને હવે તેનાથી એકદમ વિરોધી એવા ભગવાન રામનું પાત્ર ભજવવા રણબીરે તેવો લૂક પણ રાખવો પડશે. રણબીર અને આલિયા હાલમાં તેની દીકરી રાહા સાથે સ્પોટ થતા હોય છે ત્યારે આ ઘણા સમય બાદ રણબીર આલિયા નહીં પણ આયાન મુખરજી સાથે જોવા મળ્યો હતો.

તો તમે પણ કહો રણબીરનો આ લૂક તમને ગમ્યો કે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button