મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

દીકરા Akash Ambaniની આ હરકત જોઈને પપ્પા Mukesh Ambani પણ હસી પડ્યા અને…

મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં પડી રહેલાં મુશળધાર વરસાદ વચ્ચે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Merchant-Radhika Merchant Wedding Celebration)ની ઊજવણી શરૂ થઈ ગઈ છે. આ બધા વચ્ચે મુકેશ અંબાણી અને આકાશ અંબાણીનો એક વીડિયો વાઈરલ (Mukesh Ambani-Akash Ambani Video Viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં આકાશ નાના બાળકની જેમ પિતા મુકેશ અંબાણીની આંગળી પકડીને સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી. આકાશની આ ક્યુટ હરકત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે.

આ પણ વાંચો: સંગીત સેરેમનીમાં ઝળકી અંબાણી પરિવારની લેડિઝ, આકાશ-અનંતે પણ કર્યો જોરદાર ડાન્સ,

ગઈકાલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમની હતી અને રિપોર્ટ્સ અનુસાર આ જ દિવસે મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ ઈવેન્ટ પર ભલે દુલ્હે રાજાની એક ઝલક ના જોવા મળી હોય, પણ પપ્પા મુકેશ અંબાણી સાથે આકાશ અંબાણીએ પેપ્ઝને પોઝ આપીને પેપ્ઝનો દિવસ બનાવી દીધો હતો.

આ સમયે આકાશ જે રીતે પપ્પા મુકેશ અંબાણીનો હાથ પકડીને ચાલતો જોવા મળ્યો અને સાઈડ હગ આપતો જોવા મળ્યો હતો એ જોઈને એવું લાગી રહ્યું હતું કે કોઈ નાનું બાળક ચાલીને આવી રહ્યું હોય. ક્રીમ અને રેડ આઉટફિટમાં જોવા મળેલાં આ ફાધર-સનના ડ્યુઓએ સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. મુકેશ અંબાણી અને આકાશ અંબાણી ટ્વિનિંગ કરીને ક્યૂટ લાગી રહ્યા હચા.

બંને બાપ-દીકરાની આ ક્યૂટ વોકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વાત કરીએ આકાશ અંબાણીના આઉટફિટની તો આ વખતે તેણે લાલચટ્ટાક રંગના કપડાં પસંદ કર્યા હતા અને આ પ્રકારના કલરના આઉટફિટમાં આકાશ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. સામાન્યપણે જુનિયર અંબાણી ડાર્ય કે પેસ્ટસ શેડ્સમાં જોવા મળે છે અને આવા સંજોગોમાં આ પ્રકારના કલરના આઉટફિટમાં આકાશ અંબાણીનું અપિયરન્સ લોકો માટે હવાના ઝોંકા જેવું હતું.

આ પણ વાંચો: હલ્દી સેરેમનીમાં અનંત અંબાણીની સાળીને જોઇ કે!, ખુબસુરતીમાં તો હિરોઇનોને પણ આપે છે માત

આકાશે સિલ્કમાંથી બનાવવામાં આવેલું શોર્ટ લેન્ટ બંધગળાનો કૂર્તો પહેર્યો હતો અને એની ફ્રન્ટ પર પર કિંમતી બટન્સ લગાવવામાં આવ્યા હતા, બટન લાઈન્સની આસપાસમાં ગોલ્ડન જરી વર્ક કરવામાં આવ્યું હતું. કૂર્તાની ઉપર હાન સ્લીવ્ઝની જેકેટમાં આકાશ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. એક તરફ જ્યાં આકાશ અંબાણી સિલ્કના કૂર્તામાં હેન્ડસમ લાગી રહ્યો હતો અને એ જ રીતે પપ્પા મુકેશ અંબાણી સાથે જોવા મળ્યો એ ખરેખર સુપર ક્યુટ હતું અને મુકેશ પણ દીકરા અનંતની આ હરકત જોઈને પોતાની જાતને હસતાં રોકી શક્યા નહોતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button