મનોરંજન

ગ્લેમર ક્વીનનો જુઓ બોલ્ડ અંદાજ, ક્યાં જોવા મળી?

મુંબઈઃ બોલીવૂડની ગ્લેમર ક્વીન તરીકે નોરા ફતેહીનું નામ ચોક્કસ લઈ શકાય, કારણ કે ફિલ્મો સિવાય પણ સોશિયલ મીડિયા પર તેના ગ્લેમર અંદાજને લઈને છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા પર તેનો બોલ્ડ અંદાજ પણ લોકોને પસંદ પણ પડે છે.

તાજેતરમાં જાણીતા ફેશન ડિઝાઈનરના ઘરે નોરા ફતેહી બ્લેક ક્રોપ ટોપ અને બ્લુ ડેનિમમાં જોવા મળી હતી, પરંતુ એના બોલ્ડ અંદાજની સૌકોઈએ નોંધ લીધી હતી. નોરા ફતેહીએ પોતાના ફુલ્લી આઉટફીટમાં જોવા મળી હતી, પરંતુ એનો અંદાજ લોકોને પસંદ પડ્યો હતો.

લાંબા સમય પછી ફોટોગ્રાફરને પણ તેના ફોટો પાડવાની તક મળી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર નોરા ફતેહી બ્લેક ક્રોપ અને ડેનિમનું જીન્સ પહેરીને જાણીતા ફેશન ડિઝાઈનરના ઘરે પહોંચી હતી.

નોરા ફતેહીના સ્ટાઈલિશ લૂકની વતા કરીએ તો શિમરી મેકઅપમાં જોવા મળી હતી, જ્યારે વાળ પર જરા વિખરાયેલા જોવા મળતા હતા, પરંતુ એ અંદાજ પણ મોહક લાગ્યો હતો. કેમેરામેન પણ તેના અંદાજને જોઈને મજાની ફોટોગ્રાફી ખરી હતી.

સોશિયલ મીડિયા પર નોરાના ફોટોગ્રાફ વાઈરલ થયા પછી યૂઝર પણ તેના પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. અમુક યૂઝર તો તેને ગ્લેમર ક્વીન કહી હતી, જ્યારે અમુક કહ્યું હતું કે નોરા કોઈ મોટા પ્રોજેક્ટની ફિરાકમાં હોવાનું લાગે છે.

નોરા ફતેહી તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે, જ્યારે તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં તેનું દિલબર ગીત જોરદાર લોકપ્રિય બન્યું હતું. એના પછી અનેક ફિલ્મો અને વીડિયો સોંગમાં જોવા મળી હતી.

વીડિયોમાં કામ કરવા નોરા છેલ્લે ફિલ્મોમાં આયુષ્યમાન ખુરાનાની ફિલ્મમાં જોવા મળી હતી. ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે નોરા ફતેહી આગામી દિવસોમાં મડગાંવ એક્સપ્રેસ અને ક્રેક જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી નોરા ફતેહી ઈવન ઈન્સ્ટાગ્રામ પર બે હજારથી વધુ પોસ્ટ કરી ચૂકી છે, જ્યારે તેની ફેન ફોલોઅર્સની સંખ્યા 45 મિલિયનથી પણ વધુ છે. ડાન્સર, પ્રોડ્યુસર જ નહીં, પરંતુ અભિનેત્રી તરીકે પણ નોરાને ભારતમાં જ નહીં, વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button