મનોરંજન

સોશિયલ મીડિયા પર ‘સીન્સ ફ્રોમ અ સિચ્યુએશનશિપ’એ કેમ ધૂમ મચાવી રહી છે?

આજના ડિજિટલ અને ફાસ્ટ યુગમાં પ્રેમ અને સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે, ત્યારે ‘ચલચિત્ર ઓરિજિનલ્સ’ દ્વારા નિર્મિત ફિલ્મ ‘સીન્સ ફ્રોમ અ સિચ્યુએશનશિપ’ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની છે. 25 ડિસેમ્બરના રિલીઝ થયેલી આ ફિલ્મ વૈભવ મુંજલ દ્વારા નિર્દેશિત છે. આ કોઈ મોટા બજેટની મસાલા ફિલ્મ નથી, પરંતુ તે આજના યુવાનોના ‘મોડર્ન રિલેશનશિપ’ અને તેના ગૂંચવાડાઓને વાસ્તવિકતા સાથે રજૂ કરે છે.

ફિલ્મની વાર્તા મુખ્યત્વે બે પાત્રો ઉદિત (વૈષ્ણવ વ્યાસ) અને તનિષા (શ્રેયા શાંડિલ્ય)ની આસપાસ ફરે છે. ઉદિત એક ‘પોપ કલ્ચર ગીક’ છે, જે યુટ્યુબર બનવાનો પ્રયાસ કરી રહ્યો છે અને જીવનમાં એક સાચા સંબંધની શોધમાં છે. બીજી તરફ, તનિષા એક એવી યુવતી છે જે કમિટમેન્ટથી ડરે છે અને ‘સિચ્યુએશનશિપ’માં રહેવાનું પસંદ કરે છે. એક ડેટ દરમિયાન શરૂ થયેલી આ બંનેની મુલાકાત મધુર સંવાદો અને આજના જમાનાની પ્રેમની સમસ્યાઓ તરફ વળે છે.

માત્ર 90 મિનિટની આ ફિલ્મમાં જોવા મળે છે કે કેવી રીતે આ બંને પાત્રો એકબીજાના ‘સોલમેટ’ હોવા છતાં આધુનિક જીવનશૈલીને કારણે ગૂંચવાયેલા છે. ઉદિત આ સંબંધને એક નામ આપવા માંગે છે, જ્યારે તનિષા તેને માત્ર થોડા સમયનો આકર્ષણ માનીને ચાલવા માંગે છે. ફિલ્મમાં પ્રતીક કુહાડની શૈલીનું સંગીત છે, જે સ્ટોરીને વધુ સારી બનાવે છે. જેટલી જલ્દી બંને વચ્ચે પ્રેમ થાય છે, એટલી જ જલ્દી બંને વચ્ચે ઝઘડા અને દલીલો પણ થવા લાગે છે.

વૈભવ મુંજલની આ ફિલ્મ જોતી વખતે દર્શકોને એક દાયકા પહેલાના ઈમ્તિયાઝ અલીના સિનેમાની યાદ આવી જાય છે, જ્યાં વાર્તામાં પાત્રોની લાગણીઓ વધુ મહત્વની હતી. આજના રિમેક અને રિ-રિલીઝના યુગમાં આ ફિલ્મ એક તાજી હવાની લહેર જેવો અનુભવ કરાવે છે.

આપણ વાંચો:  ગોવિંદા અને નીલમ કોઠારી વચ્ચે ખરેખર અફેર હતું? વર્ષો પછી અભિનેત્રીએ મૌન તોડ્યું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button