ઑપનિંગ વિક એન્ડમાં તો સૈયારાએ ધમાકો કર્યોઃ 2025ની હીટ ફિલ્મોને આપશે ટક્કર

મુંબઈ: મોહિત સુરી દિગ્દર્શિત રોમેન્ટિક ડ્રામા ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી ત્યારેથી ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ એક બાદ એક મોટા રેકોર્ડ તોડી રહી છે. ડેબ્યૂ કલાકારો અહાન પાંડે અને અનીત પડ્ડાનીની આ ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં 80 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આટલી મોટી કમાણી કરી ફિલ્મે 2025ની હિટ મુવીમાં પોતાનું સ્થાન મેળવ્યું છે.
સૈયારા ફિલ્મે બોક્સ આફિસ પર રિલિઝ થતા પહેલા જ લગભગ 4 કરોડનું એડવાન્સ બુકિંગ કલેક્શ કર્યું હતું. જ્યારે થીયેટરમાં પહેલા દિવસે મુવીએ 21 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. જ્યારે બીજા દિવસે 25 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આ ફિલ્મને રવિવારની રાજ વધુ ફળી હતી. રવિવારે ત્રીજા દિવસે 37 કરોડ રૂપિયાની કમાણે કરી હતી. જેનાથી હવે ફિલ્મે 83 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે. આ સફળતાએ ફિલ્મને 2025ના ટોપ પાંચ ઓપનિંગ વીકેન્ડમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
2025ની ટોચની ફિલ્મોમાં સ્થાન
‘સૈયારા’એ મોહિત સુરીની અગાઉની ફિલ્મો ‘એક વિલન’ (16 કરોડ) અને ‘આશિકી 2’ (6.1 કરોડ)ના ઓપનિંગ રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મ 2025ની ટોપ ફિલ્મોમાં સામેલ થઈ, જેમાં વિકી કૌશલની ‘છાવા’ (121.43 કરોડ), ‘હાઉસફુલ 5’ (91.83 કરોડ) અને ‘સિકંદર’ (86.44 કરોડ) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે આ મુવીનો ઓક્યુપન્સી રેટ 71.18% આસપાસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે સાંજના શોમાં 79.32% થી 88.15% ફૂટફોલ જોવા મળ્યો.
‘સૈયારા’એ ડેબ્યૂ કલાકારોની ફિલ્મોમાં સૌથી મોટો ઓપનિંગ ડે અને વીકેન્ડ રેકોર્ડ બનાવ્યો. આ ફિલ્મે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ (70 કરોડ) અને ‘ધડક’ (95.12 કરોડ) જેવી ફિલ્મોની લાઇફટાઇમ કમાણીને પણ પાછળ છોડી દીધી છે. મોહિત સુરીની ભાવનાત્મક કથા, નવી જોડી અને સંગીતે યુવા દર્શકોનું દિલ જીતી લીધું.
આ પણ વાંચો…સૈયારાનું કપલ ક્યૂટ, પણ ફરી બીમારીની ફોર્મ્યુલા ને ઈમોશન્સનો ઓવરડોઝ