બોલો, આ નવું પાછું વિદાય થઈને Zahir Iqbal સાથે સાસરે નહીં પણ અહીં રહેશે Sonakshi Sinha!

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha)એ આજે પોતાના બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal) સાથે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા છે. આજે જ પરિવાર અને મિત્રો સાથે કપલ આ ખુશીનું ગ્રાન્ડ સેલિબ્રેશન પણ કરશે. પરંતુ હવે દુલ્હનની બિદાઈને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે સોનાક્ષી વિદાય થઈને પોતાના સાસરે નહીં જાય. હવે તમને થશે કે જો પિયરથી વિદાય થઈને સોનાક્ષી સાસરે નહીં રહે તો ક્યાં રહેશે? ચાલો તમને જણાવીએ વિસ્તારથી…
સોનાક્ષીના નજીકના મિત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લગ્ન બાદ સોનાક્ષી ઝહિર સાથે પોતાના ઘરે રહેશે, આ ઘર ખુદ સોનાક્ષીએ ખરીદ્યું છે. મુંબઈના પોશ ગણાતા બાંદ્રા વિસ્તારમાં સોનાક્ષીએ 11 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદ્યું છે અને કપલે સાથે મળીને નિર્ણય લીધો છે લગ્ન બાદ તેઓ આ ઘરમાં શિફ્ટ થશે
આ પણ વાંચો : Shatrughna Sinha બાદ Sonakshi-Zahirના લગ્નને લઈને સસરા Ratansi Iqbalએ કહ્યું કે આ તો…
.
બાંદ્રાના 81 Aureateમાં સોનાબેબીએ સી ફેસિંગ એપાર્ટમેન્ટ ગયા વર્ષે જ ખરીદ્યું છે. જોકે, આ પહેલાં પણ અનેક વખત એક્ટ્રેસ આ ઘરમાં રહી ચૂકી છે અને મિત્રો સાથે હેન્ગ આઉટ કરતી જોવા મળી છે, પરંતુ લગ્ન પહેલાં તે પોતાના પરિવાર સાથે રામાયણ બંગલોમાં જ રહેતી હતી.
સોનાબેબીના નવા સરનામાની વાત કરીએ તો બાંદ્રામાં આવેલા રંગ શારદા ઓડિટોરિયમની નજીક આ ઘર આવેલું છે અને આ જ બિલ્ડિંગમાં કરણ કુંદ્રા (Tv Actor Karan Kundra)નું ઘર પણ આવેલું છે. 26મા માળે આવેલું સોનાક્ષી સિન્હા (Actress Sonakshi Sinha)નું આ ઘર 4200 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શત્રુઘ્ન સિન્હા (Bollywood Actor Shatrughn Sinha) જૂહુ ખાતે રામાયણ નામના બંગલા રહે છે. 10 માળની આ આખી ઈમારત સિન્હા પરિવારના માલિકીની છે. આ જ ઘરમાં શત્રુઘ્ન સિન્હા તેમની પત્ની પુનમ સિન્હા (Poonam Sinha), દીકરા સોનાક્ષી અને બે દીકરા લવ અને કુશ સાથે રહે છે. આ ઘર એક્ટરે 1972માં પોતાના લગ્ન પહેલાં ખરીદ્યું હતું.