મનોરંજન

બોલો, વૃદ્ધ થવા માંગે છે આ બોલ્ડ અને બ્યુટીફૂલ એક્ટ્રેસ…

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) 43 વર્ષની છે, પણ તેની સુંદરતા અને ફિટ એન્ડ ફાઈન ફિગર જોતા એવું લાગી રહ્યું છે કે જાણે તેણે ઉંમરને પકડી રાખી છે. અવારનવાર એક્ટ્રેસ પોતાની દીકરી પલક તિવારી (Palak Tiwari)ને ફેશન અને ફિટનેસ બંનેમાં માત આપતા ફોટો પણ શેર કરે છે. પરંતુ હવે શ્વેતાએ એવું કહ્યું છે કે તે વૃદ્ધ થવા માંગે છે. ફેન્સ શ્વેતાની આ કમેન્ટ સાંભળીને ચોંકી ઉઠ્યા છે. ચાલો તમને જણાવીએ કે આખરે એક્ટરે કેમ આવું કહ્યું છે એ-

વાત જાણે એમ છે કે શ્વેતા તિવારી હવે વૃદ્ધ થવા માંગે છે અને તેણે ખુદ આ વાત કહી છે. એટલું જ નહીં તેણે હેટર્સને તેને બુઢ્ઢી કહેવા પર જવાબ પણ આપ્યો હતો. એક્ટ્રેસે હાલમાં ક એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ હું વૃદ્ધ શબ્દ સાંભળું છું ત્યારે સાચું કહું તો મને ખૂબ જ ખુશી થાય છે. હું ભાગ્યશાળી છું કે હું વૃદ્ધ થઈ રહી છું.

આ પણ વાંચો ; શ્વેતા તિવારીના લેટેસ્ટ બાથરુમ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર લગાવી આગ…

આગળ આ ઈન્ટરવ્યુમાં તેણે એવું પણ જણાવ્યું હતું કે અનેક એવા જુવાન લોકો છે કે જેમની વદ્ધાવસ્થાના ફોટો નહીં જોવા મળે. હું મારી આખી જિંદગી મારા સંતાનો સાથે જીવવા માંગું છું. હું ઈચ્છું છું કે મારા ચહેરા પર કરચલીઓ આવે પણ હું બહુ જલ્દી મરવા નથી માંગતી, કારણ કે હું વૃદ્ધ થવા માંગું છું.

વાત કરીએ શ્વેતાની પર્સનલ લાઈફની તો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરીને ફેન્સની હાર્ટબીટ વધારી નાખતી હોય છે. શ્વેતાએ બે વખત લગ્ન કર્યા હતા અને તેમને બે દીકરા છે એક પલક અને એક રેયાંશ. એક્ટ્રેસ અવારનવાર સંતાનો સાથે વેકેશનના ફોટો પણ શેર કરતી જોવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button