મનોરંજન

બોલો, આ કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગઈ નવી દુલ્હનિયા

હાલમાં બોલીવૂડમાં અને સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં બસ પરિણીતી ચોપ્રા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્નની ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ બધા વચ્ચે નવી નવેલી દુલ્હનિયા સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે અને એનું કારણ છે પરિણીતી ચોપ્રાનો લૂક અને તેણે ફોટો માટે આપેલા પોઝ.

નેટિઝન્સ સોશિયલ મીડિયા પર એવી ટીપ્પણી પણ કરી રહ્યા છે કે ડિઝાઈનર્સ પાસે દુલ્હનના લૂક માટે આઇડિયા ખૂટી ગયા હોય એવું લાગી રહ્યું છે કારણ કે એક પછી એક હીરોઈન તેમના લગ્ન સમયે મોસ્ટલી એક સરખા લાગતા ગેટઅપમાં જ જોવા મળી રહી છે અને આ વાતનો અંદાજો પરિણિતી ચોપરાના વેડિંગ લૂક પરથી જ લગાવી શકાય છે.


પરિણીતીના લગ્નના ફોટો જોશો આંખો સામે આલિયા ભટ્ટ અને કિયારા અડવાણીનો વેડિંગ લૂક આંખો સામે તરવરી ઉઠશે. આને પગલે જ સોશિયલ મીડિયા પર લોકો પરિણીતીને ટ્રોલ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં આલિયા ભટ્ટની જેમ કિયારા અડવાણી તૈયાર થતાં લોકોએ તેની પણ કોપી કરવા માટે ટીકા કરી હતી.


પરિણિતી ચોપરાએ પોતાના વેડિંગ માટે ડ્રેસ ડિઝાઈનર તરીકે મનીષ મલ્હોત્રાની પસંદગી કરી હતી. મનિષ મલ્હોત્રાની ગણતરી બોલીવૂડના ટોચના ડ્રેસ ડિઝાઈનર તરીકે કરવામાં આવે છે. મનીષ મલ્હોત્રા છેલ્લાં બે દિવસથી ઉદેપુરમાં જ હતો અને તેણે લગ્ન સમારોહમાં હાજરી પણ આપી હતી.


પરિણિતીએ ખુદ સોશિયલ મીડિયા પર પોતાના તથા રાઘવ ચઢ્ઢાના લગ્ન વખતના ફોટા શેર કર્યા હતા અને પરિણિતી તથા રાઘવે આઈવરી વ્હાઈટ થીમ પસંદ કરી હોવાની વાત તો બધાને ખબર જ હતી, પણ તેનો દુલ્હન લૂક ડ્રેસ, જ્વેલરી, હેર સ્ટાઈલ એટલે સુધી કે ફોટા આપવાના પોઝમાં પણ તેણે આલિયા ભટ્ટના વેડિંગ લૂકની કોપી કરી હોવાનું જણાઈ આવતું હતું. આ ઉપરાંત તેના અને કિયારા અડવાણીના વેડિંગ લૂકમાં પણ કેટલીય સમાનતા હોવાનું લોકોએ નોંધ્યું હતું.


સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પરિણીતીએ વેડિંગ લૂક્સમાં પણ ઉઠાંતરી કરી હોવાને કારણે પરિણીતીની ટીકા કરતાં એવું કહ્યું હતું કે પરિણિતી જેવી એજ્યુકેટેડ એક્ટ્રેસ પાસેથી આવી અપેક્ષા બિલકુલ નહોતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button