મનોરંજન

National Award લેવા પહોંચેલા એક્ટરે તોડ્યો રાષ્ટ્રપતિની સિક્યોરિટીનો પ્રોટોકોલ અને…

2013માં આવેલી ફિલ્મ જોલી એલએલબી સુપરહિટ રહી હતી. ફિલ્મનો બીજો પાર્ટ પણ એટલો જ સુપરહિટ રહ્યો હતો જેટલો પહેલો. બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરનારી આ ફિલ્મમાં જજનો રોલ નિભાવનારા દિગ્ગજ કલાકાર સૌરભ શુક્લા (Saurabh Shukla)ને આ જ ફિલ્મ માને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે સૌરભ શુક્લાએ નેશનલ એવોર્ડ લેવા ગયા ત્યારે તેમણે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranav Mukherjee) પાસે એમનો સિક્યોરિટી પ્રોટોકોલ તોડાવી દીધો હતો. ખુદ અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું છે આની ઈનસાઈડ સ્ટોરી-

સૌરભ શુક્લાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ એવોર્ડ મારા જીવનનો સૌથી બેસ્ટ એવોર્ડ હતો અને એનું કારણ પણ છે જે ખૂબ જ મજેદાર છે.

આપણ વાંચો: નેશનલ એવોર્ડ જીત્યા પછી ‘પુષ્પા’ સ્ટાર અલ્લુ અર્જુને કેમ દુખી હતો, દિલની વાત જાણો?

મને દિલ્હી બોલાવવામાં આવ્યો નેશનલ એવોર્ડ માટે.પરંતુ બાકીના એવોર્ડની જેમ નહીં કે તમને બોલાવ્યા અને તમે પહોંચી ગયા.તમને ત્યાં એક દિવસ પહેલાં બોલાવવામાં આવે છે. એ દિવસે રાષ્ટ્રપતિ નથી હોતા, રિહર્સલ થાય છે.

આગળ તેમણે જણાવ્યું હતું કે રિહર્સલના દિવસે તમને જણાવવામાં આવે છે કે તમે અહીંયા બેસસો. જ્યારે એનાઉન્સમેન્ટ પૂરી થાય ત્યારે તમારે તમારી સીટ પરથી ઉઠીને જમણી તરફથી ઉપર ચઢશો અને ડાયસ પર જ્યાં એનાઉન્સર છે ત્યાં તમારે રાહ જોવાની, કારણ કે આ સમયે તમારો પરિચય આપવામાં આવશે.

આપણ વાંચો: સર્વશ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ જીત્યા બાદ રિષભ શેટ્ટી રાજીના રેડ: ફેન્સને આપ્યો ખાસ મેસેજ

સૌરભ શુકલાએ જણાવ્યું કે તમને ત્યાં જણાવવામાં આવે છે કે જ્યારે તમને એવોર્ડ આપવામાં આવે તો તમારે રાષ્ટ્રપતિને નમસ્કાર કરશો, તમે એમને હાથ વગેરે નહીં મિલાવી શકો. સિક્યોરિટી રિઝન્સને કારણે તમે રાષ્ટ્રપતિને સ્પર્શ ના કરી શકો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે હું તો પહોંચી ગયો એવોર્ડ લેવા માટે. મારું નામ એનાઉન્સ થયું, મારો ટૂંકો બાયો વાંચવામાં આવ્યો અને હું પ્રેસિડેન્ટની દિશામાં આગળ વધ્યો. પ્રણવ મુખર્જીના ચહેરા પર એક સુંદર દોસ્તાના સ્માઈલ હતી.

એમણે મને એવોર્ડ આપ્યો અને ધીરેથી કહ્યું કે જજસાહબ મેં તમારી ફિલ્મ બે વખત તો તમારા કારણે જોઈ નાખી છે. મેં કહ્યું સર જો તમને મારી ફિલ્મ ગમી હોય તો હાથ મિલાવી લો… અને બસ પ્રણવદાએ સૌરભ શુક્લા સાથે શેકહેન્ડ કર્યું. સૌરભ શુક્લાએ પણ પ્રણવદાનો હાથ પકડી લીધો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button