સરદાર જી 3એ વિવાદો વચ્ચે પણ પાકિસ્તાનમાં મચાવી ધૂમ, જાણો કેટલી કમાણી કરી

મુંબઈ: વિવાદોમાં ઘેરાયેલી દિલજીત દોસાંઝની પંજાબી ફિલ્મ સરદાર જી 3ને ભારતમાં રિલીઝ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે આ ફિલ્મ ભારત બહાર રિલીઝ કરવામાં આવી છે. વિવાદો બાદ પણ આ ફિલ્મે પહેલા વિક એન્ડમાં વિદેશમાં ધૂમ મચાવી છે. ખાસ કરીને પાકિસ્તાનમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ્સ બનાવ્યા છે. ભારતમાં પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પરના પ્રતિબંધને કારણે ફિલ્મ રિલીઝ ન થઈ, પરંતુ વિદેશમાં તેની લોકપ્રિયતા અદભૂત જોવા મળી રહી છે.
27 જૂન, 2025ના રોજ વિદેશમાં રિલીઝ થયેલી ‘સરદાર જી 3’એ પાકિસ્તાનમાં ઓપનિંગ વીકએન્ડમાં 9 કરોડ PKRની કમાણી કરી, જે કોઈપણ ભારતીય ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ છે. દિલજીત દોસાંઝ, નીરૂ બાજવા અને હનિયા આમિર અભિનીત આ ફિલ્મે પાકિસ્તાનના થિયેટરોમાં હાઉસફુલ શોનો દબદબો જમાવ્યો છે.
પાકિસ્તાનમાં ફિલ્મની સફળતા
સ્થાનિક સૂત્રોના અહેવાલ પ્રમાણે ‘સરદાર જી 3’એ પાકિસ્તાનમાં દમદાર પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મની મોંઘી ટિકિટો અને ખરાબ હવામાન છતાં લોકો ફિલ્મ જોવાનું પસંદ કરી રહ્યા છે. કારણ કે ઉનાળાની શાળાની રજાઓ છે અને લોકોને મોટા પડદે સારી ક્વોલેટીની ફિલ્મો જોવી ગમે છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મે પહેલા દિવસે 4.32 કરોડ અને બીજા દિવસે 6.71 કરોડની કમાણી કરી, જે વૈશ્વિક સ્તરે 11.03 કરોડ સુધી પહોંચી.
પાકિસ્તાનમાં ફિલ્મની સફળતા
ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હનિયા આમિરની હાજરીએ ભારતમાં વિવાદ ઉભો કર્યો. પહેલગામ હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ હોવાથી નિર્માતાઓએ ફિલ્મને ભારતમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો. ફિલ્મના મુખ્ય ભૂમિકા ભજવનાર દિલજીતે ખુલાસો પણ કર્યો હતો કે, જ્યારે ફિલ્મ શૂટ થઈ એ સમયે પરિસ્થિતી બરાબર હતી. તેમ છતા આ ફિલ્મને ભારતમાં રિલીઝ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મે વૈશ્વિક સ્તરે પંજાબી સિનેમાની લોકપ્રિયતા દર્શાવી છે.
આ પણ વાંચો…‘સરદારજી 3’ ફિલ્મનો વિવાદ: દિલજીત દોસાંઝના સમર્થનમાં આવેલા ભાજપના નેતા શું બોલ્યા?