ધ બેંગોલ ફાઈલ્સનો વિવાદ વકરતો જાય છે, હવે આ અભિનેતાએ છેડો ફાડ્યો

કાશ્મીર ફાઈલ્સ દ્વારા નામના મેળવી હવે વિવેક અગ્નિહોત્રીએ પશ્ચિમ બંગાળના કત્લેઆમને બતાવવા ધ બેંગોલ ફાઈલ્સ બનાવી તો છે, પરંતુ ફિલ્મનું ટ્રેલર લૉંચ થતાં જ વિવાદ ઊભો થઈ ગયો છે. વિવેક સામે એફઆઈઆર પણ થઈ છે. ફિલ્મનું ટ્રેલર પણ લોકોને ખાસ ગમ્યું નથી. તેવામાં હવે બીજા એક જાણીતા બંગાલી અભિનેતાએ પણ ફિલ્મથી છેડો ફાડી નાખ્યો છે.
બેંગોલી એક્ટર સાસ્વત ચેટરજીએ ધ બેંગોલ ફાઈલ્સથી પોતાને અલગ કરી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે તેમને ફિલ્મનું નામ ધ દિલ્હી ફાઈલ્સ હોવાનું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફિલ્મનું નામ બદલવા અંગે કોઈ જાણકારી ન હતી. તેમને ફિલ્મની વાર્તા પણ ખબર ન હોવાનું કહી સારસ્વતે પોતાની જાતને તમામ વિવાદોથી દૂર કરી દીધી છે.
1946માં કોલકાત્તામાં જે કોમી હુલ્લડો થયા તે સમયની વાર્તા લઈને અગ્નિહોત્રી આવ્યા છે અને હાલમાં એફઆઈઆર સહિત વિરોધનો સામનો કરી રહ્યા છે. બંગાળમાં તેમના ટ્રેલર લૉંચનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ફિલ્મ ‘ધ બંગાળ ફાઈલ્સ’ વિવાદોમાં ઘેરાઈ, ગોપાલ મુખર્જીના પૌત્રએ લગાવ્યા ગંભીર આરોપ
આ ફિલ્મમમાં કામ કરવા બદલ સારસ્વતે કહ્યું હતું કે હું અભિનેતા છું અને મારી સામે સ્ક્રીપ્ટ આવે અને મને ગમે તો હું કરું છું. હું ઈતિહાસ જાણવા બેસતો નથી. જેમને આ ફિલ્મમાં બંગાળનું અપમાન થતું લાગતું હોય તેમણે અદાલતમાં જવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આજકાલ ટ્રેન્ડ છે કે આખી વાર્તા તમને કહેવામાં આવતી નથી, તમારો ટ્રેક, તમારા કેરેક્ટર પૂરતી જ વાત તમારી સાથે થાય છે. આથી મને માત્ર મારા પાત્ર વિશે ખબર હતી. ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું તે મને ખબર ન હતી.
ગોપાલ મુખરજીને કસાઈ બંગાલી પાઠા કહેવા બદલ તેના પૌત્રએ વિવેકને લિગલ નોટિસ મોકલી છે અને એફઆઈઆર પણ નોંધાવી છે.