મનોરંજનસ્પોર્ટસ

સારા તેંડુલકરે કરી લીધી સગાઈ? સોશિયલ મીડિયા પર શેર કર્યા ખાસ ફોટો…

સારા તેંડુલકર (Sara Tendulkar) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની તગડી ફેન ફોલોઈંગ છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર સારાએ ઈન્ગેજમેન્ટના ફોટો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.

જોકે, હજી સુધી લગ્નની તારીખ સામે આવી નથી. તમે પણ જો એવું વિચારી રહ્યા હોવ કે સારા તેંડુલકરે સગાઈ કરી લીધી છે અને તેણે એના ફોટો શેર કર્યા છે તો બોસ એવું નથી. આ તો સારા તેંડુલકરની બહેનપણીની સગાઈ થઈ છે અને તેણે એના ફોટો શેર કર્યા છે સારા તેંડુલકરે…

આપણ વાંચો: સારા તેંડુલકર આ કોની સાથે વેકેશન મનાવી રહી છે? શુભમન ગિલનું હાર્ટબ્રેક પાક્કું છે ભાઈસાબ…

સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સારા પોતાની જે ટુ જે લાઈફની અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ સારાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બેસ્ટ ફ્રેન્ડની સગાઈના ફોટો શેર કર્યા છે. તેની ફ્રેન્ડનું નામ મલ્લિકા સારુપ્રિયા છે, જેને તેનો નાનો ભાઈ અર્જુન તેંડુલકર પણ ફોલો કરે છે. સગાઈ મલ્લિકા સારુપ્રિયાની થઈ છે.

સારા તેંડુલકરની બેસ્ટફ્રેન્ડની સગાઈ હોય અને સારા તેંડુલકર એમાં ના પહોંચે એ તો કઈ રીતે પોસિબલ છે. સારાએ પોતાની બહેનપણીની સગાઈમાં જઈને મોજમસ્તી તો કરી હતી, પણ એની સાથે સાથે તેણે ત્યાંના ફોટો પણ ક્લિક કરાવી હતી.

આપણ વાંચો: શુભમન ગિલને છોડીને આ કોની સાથે પાર્ટી કરતી જોવા મળી સારા તેંડુલકર?

સારા તેંડુલકરની મિત્ર મલ્લિકા સારુપ્રિયાની સગાઈ સોહમ અગ્રવાલ સાથે થઈ છે અને આ ન્યુઝ સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. સારાની બહેનપણીની લગ્નની ડેટ હજી સામે નથી આવી. સારાએ મલ્લિકાની સગાઈના ફોટો ઈન્સ્ટા સ્ટોરી શેર કરીને જણાવ્યું હતું કે માય બેસ્ટ ફ્રેન્ડ ઈન્ગેજ્ડ…

વાત કરીએ સારા તેંડુલકરનું નામ પહેલાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શુભમન ગિલ અને ત્યાર બાદ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોડાયું હતું. પરંતુ હાલમાં જ એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સારા અને સિદ્ધાંતનું પણ બ્રેકઅપ થઈ ગયું છે.

સારા અને સિદ્ધાંત બંને અનેક વખત સાથે જાહેરમાં દેખાઈ ચૂક્યા છે, અને ત્યારથી જ તેમના અફેયરની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જોકે, હવે બંનેનું બ્રેકઅપ થયું છે એની માહિતી સામે આવી રહી છે.

સારા તેંડુલકરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા તેંડુલકર વિવિધ બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટ કરે છે અને સોશિયલ મીડિયા પર તેની તગડી ફેન ફોલોઈંગ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટો અને અને વીડિયો શેર કરે છે, જે ગણતરીની સેકન્ડમાં જ વાઈરલ થઈ જતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button