મનોરંજન

બિકીની પહેરીને એક્ટ્રેસે પૂલમાં કરી એવી મસ્તી કે…

બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) પોતાની એક્ટિંગ અને પર્સનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. બીજી એક્ટ્રેસની જેમ સારા અલી ખાન પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

હાલમાં જ તે મમ્મી અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે વેકેશન પર છે અને ત્યાંથી તેણે પોતાના સુંદર ફોટો શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આવો જોઈએ શું છે આ ખાસ ફોટોમાં…

સોશિયલ મીડિયા પર સારા અલી ખાન હાલમાં મમ્મી અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે સ્વિટર્ઝલેન્ડમાં વેકેશન મનાવી રહી છે. તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પરથી આ વેકેશનના ફોટો શેર કર્યા છે. આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે કે મારું સૌથી ગ્રીનેસ્ટ ફ્લેગ.

આપણ વાંચો: વર્ષના પહેલા દિવસે સારા અલી ખાન કોની સાથે ગઈ હતી ડિનર પર?

ફેનને સારા અલી ખાનના આ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યા છે. એક્ટ્રેસે પોતાની માતા અમૃતા સિંહ સાથે એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં એક્ટ્ર ગ્રે કલરના જેકેટમાં બરફીલી વાદીઓમાં સુંદર પોઝ આપી રહી છે તો બીજા એક ફોટોમાં સારા પૂલમાં યેલો બિકિની સાથે ચિલ કરતી જોવા મળી રહી છે.

સારાએ શેર કરેલાં ત્રીજા ફોટોમાં તે યેલો કલરના ટ્રેક સૂટમાં મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે અને આ ફોટોમાં ઈબ્રાહિમ અલી ખાન સાથે તે જોવા મળી રહી છે. આ વેકેશન પર ઈબ્રાહિમ અલી ખાન બહેન સારા અલી ખાન માટે ફોટોગ્રાફર બની ગયો હતો અને તે સારાનો ફોટો ક્લિક કરતો હોય એવો ફોટો પણ શેર કર્યા છે.

આપણ વાંચો: જોઈ લો, સારા અલી ખાનનો ભક્તિમય અંદાજ, ક્યાં પહોંચી?

આ વેકેશન પર સારા અલી ખાને સ્કાઈ ડાઈવિંગની મજા માણતી જોવા મળી રહી છે, તો બીજા ફોટોમાં સારા અલી ખાન વેકેશન પર કેફેટેરિયામાં ડ્રિંરનો લૂત્ફ ઉઠાવતી જોવા મળી રહી છે.

સારા અલી ખાનના આ વાઈરલ ફોટો પર ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ સારા અલી ખાનના આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button