Ambani’sને ત્યાં રોટલી સાથે પીરસવામાં આવી આ ખાસ વસ્તુ, ફેમસ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો…
અંબાણી પરિવાર (Ambani Family)ને ત્યાં ફંક્શન હોય અને એમાં કંઈ અનોખું ના હોય એ તો કેમ બને? હાલમાં જ ઈટાલી ખાતે ક્રૂઝ પર અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના બીજા પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રિ-વેડિંગ ફંક્શન અને તેમાં પીરસવામાં આવેલી ડિશ વિશે બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Bollywood Actress Sara Ali Khan)એ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું છે આ ખુલાસો…
વાત જાણે એમ છે કે સારા અલી ખાને હાલમાં જ આપેલા ઈન્ટરવ્યુમાં જામનગર ખાતે યોજાયેલા પ્રિ-વેડિંગ ફંક્શનને યાદ કરતાં કહ્યું હતું અને મજાક કરતાં કહ્યું હતું કે તેઓ અમને સોનું પીરસતા હતા અને અમે રોટલીની સાથે સોનુ ખાતા હતા. ત્યાં જ્યાં જુઓ ત્યાં બસ ડાયમંડ્સ જ ડાયમંડ્સ જોવા મળતાં હતા.
જોકે, બાદમાં તેણે આ સેલિબ્રેશનમાં ભાગ લેવા અંગેનો પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું હતું કે એ એક સારો એક્સપિરીયન્સ હતો. ખૂબ જ સારી રીતે મહેમાનોની આવભગત કરવામાં આવી હતી. હું અનંત સાથે સ્કુલ ગઈ છું અને રાધિકાને હું બાળપણથી જ ઓળખું છું. ત્રણ દિવસના મારા સૌથી યાદગાર ક્ષણ વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે મને લાગે છે કે મારા માટે સૌથી યાદગાર ક્ષણ તો એ હતી કે જ્યારે મેં રાધિકા અને અનંતને સિગ્નેચર કરતાં અને એકબીજાને પ્રેમથી નિહાળતા જોયા હતા. એ ખરેખર યાદગાર ક્ષણ હતી.
| Also Read: Kapoorએ હવે ફેરવી તોળ્યું, ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું હું તો Kangana Ranautને…
આ સિવાય સારાએ નીતા અંબાણી (Nita Ambani)એ આપેલા પર્ફોર્મન્સના પણ ભરપેટ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે જ્યારે નીતા મેમે અનંત માટે ભરત નાટ્યમ કર્યું હતું, ત્યારે તેમણે એક પણ તાલ છોડી નહોતી. તેમની દરેક મુવમેન્ટમાં એક ગ્રેસ જોવા મળી રહ્યો હતો, પણ એ સાથે સાથે તેમની આંખોમાં માની મમતા પણ દેખાઈ રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારે જુલાઈમાં યોજાનારા લગ્ન પહેલાં ધામધૂમથી બે પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું. જેમાં દેશ-દુનિયામાંથી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
વાત કરીએ સારા અલી ખાન (Sara Ali Khan)ના વર્કફ્રન્ટની તો તે ટૂંક સમયમાં જ આયુષ્માન ખુરાના (Bollywood Actor Ayushman Khurana) સાથે એક એક્શન કોમેડી ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે અનુરાગ બસુની ફિલ્મ મેટ્રો ઈન દિનોંમાં પણ જોવા મળશે.