સારા અલી ખાનનું દિલીપ કુમાર સાથે છે ખાસ કનેક્શન! ખુદ અભિનેત્રીને પણ નહોતી ખબર

બોલિવૂડની પ્રતિભાશાળી અને ચુલબુલી અભિનેત્રી સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે પોતાના બબલી વ્યવહાર માટે મશહુર છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેને જાણ થઇ હતી કે તે બોલિવૂડના દિવંગત અભિનેતા દિલીપકુમાર સાથે સંબંધ ધરાવે છે. આ વાત જાણતા જ તેની ખુશીનો પાર નહોતો રહ્યો. તેને ઘણું આશ્ચર્ય પણ થયું હતું.
સારા અલી ખાનની માતા અમૃતા સિંહના દિલીપ કુમાર સાથે સંબંધ છે. અહેવાલો અનુસાર સારા અલી ખાનની નાની રૂખસાના સુલતાના હતી. રૂખસાના સુલતાના એ સમયના રાજકીય વર્તુળોમાં ઘણુ જાણીતું નામ હતું. રૂખસાના સુલતાના બેગમ પારાની બહેન હતી. બેગમ પારાના લગ્ન નાસિર ખાન સાથે થયા હતા અને નાસિર ખાન દિલીપ કુમારના ભાઈ છે.
આ પણ વાંચો : Ambani’sને ત્યાં રોટલી સાથે પીરસવામાં આવી આ ખાસ વસ્તુ, ફેમસ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો…
દિલીપ કુમાર સાથે સંબંધ ધરાવતી હોવાની વાત સાંભળીને સારા અલી ખાન ખુશીથી ઉછળી પડી હતી. જોકે, જ્યારે સારાને તેના દાદી રૂખસાના સુલતાના વિશે પૂછવામાં આવ્યું, જેઓ દિલ્હીના રાજકીય વર્તુળોમાં લોકપ્રિય વ્યક્તિ હતા, ત્યારે સારાએ કહ્યું હતું કે, “તમે જાણો છો કે જ્યારે હું નવ મહિનાની હતી ત્યારે મારી દાદીનું અવસાન થયું હતું. મને તેમના વિશે ખાસ કંઇ માહિતી નથી, હા પણ મને એટલો ખયાલ છે કે તેો લાલ લિપસ્ટિક લગાવતા હતા અને સુંદર સનગ્લાસીસ પહેરતા હતા. તેમને યોગનો ઘણો શોખ હતો અને તેઓ નિયમિત યોગ કરતા હતા. પેરિસ, ઇતિહાસ અને સંસ્કૃતિ તેમની પસંદગીની વસ્તુઓ હતી.
જો આપણે સારાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો ફિલ્મો બાદ સારાએ હવે OTT પર પણ ડેબ્યુ કર્યું છે. તે નેટફ્લિક્સ પર વેબસિરીઝ ‘મર્ડર મુબારક’માં જોવા મળી હતી. આ પહેલા તેની ફિલ્મ ‘એ વતન મેરે વતન’ રિલીઝ થઇ હતી. હવે તેની આગામી ફિલ્મ છે, ‘મેટ્રો….. ધીસ ડેઝ.’ આ ફિલ્મમાં તે આદિત્ય રોય કપૂર, ફાતિમા સના શેખ, નીના ગુપ્તા અને અનુપમ ખેર સાથે જોવા મળશે.