સારા અલી ખાને આલિયા ભટ્ટ અંગે કરી ચોંકાવનારી વાત કે મને એનાથી ઈર્ષા થઈ હતી, કારણ

સૈફઅલી ખાનની લાડલી અને અભિનેત્રી સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તેણે ‘કેદારનાથ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. તાજેતરમાં સારાએ આલિયા ભટ્ટ વિશે વાત કરી હતી. સારાએ કહ્યું કે એક વખત તેને આલિયા ભટ્ટની ઈર્ષા થતી હતી.
સારા અલી ખાને કહ્યું કે ‘જ્યારે આલિયા ભટ્ટને નેશનલ એવોર્ડ મળ્યો હતો ત્યારે મને થયું હે ભગવાન, તેને એવોર્ડ મળ્યો. તેને એક બાળક પણ છે. તેનું જીવન એકદમ સેટ છે, પરંતુ મને ખબર નહોતી કે આ બધું મેળવવા માટે તેણે કેટલી મહેનત કરી છે. એક અભિનેત્રી તરીકે હું ‘અમાનવીય’ બની ગઈ હતી. મને ખબર નથી કે તેણે અહીં સુધી પહોંચવા માટે કેટલા પડકારો ,નિરાશાનો સામનો કરવો પડ્યો હશે. દરેક સિક્કાની બે બાજુ હોય છે.
આપણ વાંચો: ‘ઢલ ગયા દિન હો ગઈ શામ’ના ગીતમાં સારા અલી ખાને શું કર્યું, જુઓ?
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે 2022માં રણબીર કપૂર સાથે એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. તે જ વર્ષે આલિયાએ પુત્રી રાહાને જન્મ આપ્યો હતો. 2023માં તેમને 2022માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
સારા વિશે વાત કરીએ તો સારા અલીએ 2018માં કેદારનાથ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેણે ‘સિમ્બા’, ‘લવ આજ કલ’, ‘કુલી નંબર 1’, ‘અતરંગી રે’, ‘ગેસલાઇટ’, ‘જરા હટકે ઝરા બચકે’, ‘મર્ડર મુબારક’, ‘એ વતન મેરે વચન’, ‘સ્કાય ફોર્સ’ જેવી ફિલ્મો કરી છે.