સિમ્પલી સારાઃ પરિવાર સાથે સારા અલીએ દિવાળીનું કર્યું સેલિબ્રેશન, તસવીરો વાઈરલ
દિવાળીના તહેવારનું સેલિબ્રેશન સારા અલી ખાને આ વખતે કંઈક હટકે અંદાજમાં કર્યું. પહેલા ઉત્તર ભારતની વિઝિટ કરી હતી, ત્યારબાદ પરિવાર સાથે સિમ્પલ અંદાજમાં સેલિબ્રેશન કરીને પણ છવાઈ ગઈ. સારા અલી ખાને દિવાળીની ઉજવણી પરિવાર સહિત અન્ય નજીકના લોકો પણ સામેલ હતા. સારા અલીએ તેની દિવાળી પાર્ટીના ફોટા પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તે તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી હતી.
આ પણ વાંચો: Watch Video: અરે! શું થયું? કેવી રીતે બગડી ગયો સારા અલી ખાનનો મોંઘો ડ્રેસ?
આ ફોટોશૂટમાં ભાઈ-બહેનની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. સારાએ આ તસવીરોમાં પીળા રંગનો પંજાબી સૂટ પહેર્યો છે. તમને વિશ્વાસ નહીં થાય પરંતુ સારાનો આ સૂટ એકદમ સસ્તો છે જે કોઈ પણ ખરીદી શકે છે. તો ચાલો જાણીએ સારાના આ સૂટની ખાસિયત અને કિંમત શું છે?
સારા અલી ખાનનો આ પીળો અનારકલી સૂટ ‘બુનાઈ’ બ્રાન્ડનો છે જેને ઉર્વી કોટન સૂટ સેટ કહેવામાં આવે છે. આ કોટન સૂટ સાથે મેચિંગ દુપટ્ટો પણ આવે છે. સારાએ મેચિંગ પીળા પ્લાઝો પેન્ટ અને કોટા ડોરિયા દુપટ્ટા સાથે અનારકલી કુર્તો પહેર્યો હતો, બંને પર ગોલ્ડ પત્તી એમ્બ્રોઇડરી અને ફ્લાવર શેપ વર્ક કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: જોઈ લો, સારા અલી ખાનનો ભક્તિમય અંદાજ, ક્યાં પહોંચી?
અનારકલી સ્ટાઇલના કૂર્તામાં ગોળાકાર નેકલાઇન અને બોર્ડર પર નાજુક ગોલ્ડ એમ્બ્રોઇડરી હતી. નેકલાઇન પર ગોલ્ડ ફ્લાવર્સ વર્ક અને ક્વાર્ટર-લેન્થ સ્લીવ્સ હતી. સારા અલીના આ સૂટની કિંમત સત્તાવાર વેબસાઇટ પર ૩,૮૫૦ રૂપિયા છે.
ખભા પર મેચિંગ દુપટ્ટો શોભી રહ્યો હતો અને એક્સેસરીઝમાં તેણે પીળા રાગની બંગડીઓ, વીંટી, ઝુમકા અને શિવલિંગના પેન્ડન્ટ સાથેનો ડેકોરેટેડ હાર પહેર્યો હતો. સાથે ભરતકામવાળી પીળી મોજડી પહેરી હતી. વાળને વચ્ચેથી બાંધીને પોનીટેલ બનાવી હતી. સારા બ્લેક બિંદી, આઈલાઈનર, જાંબલી લિપસ્ટિક, મસ્કરા અને બ્લશ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો.