Sanjeeda Sheikh celebrated 40th birthday

સંજિદા શેખે પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવ્યો, જુઓ કઈ રીતે કર્યું સેલિબ્રેશન…

ટીવી અભિનેત્રી સંજિદા શેખે આજે તેનો ચાળીસમો જન્મદિવસ મનાવ્યો. સંજિદાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘરે બનાવેલી સ્પોન્જ કેક સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરીને લખ્યું હતું કે તેને ખૂબ પ્રેમ અને પ્રાર્થનાની જરૂર છે.

સંજિદાએ ૨૦૦૫ની ટીવી શ્રેણી ‘ક્યા હોગા નિમ્મો કા’માં નિમ્મોની ભૂમિકા ભજવી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે ૨૦૦૭ના શો ‘કયામત’માં વેમ્પના રોલમાં જોવા મળી હતી. તે જ વર્ષે તેણે તેના પૂર્વ પતિ આમિર અલી સાથે શો ‘નચ બલિયે ૩’ માં ભાગ લીધો હતો. તેઓ આ શો જીતી ગયા હતા.

૨૦૦૮માં તે આમિર અલી સાથે સીરિયલ ‘ક્યા દિલ મેં હૈ’માં જોવા મળી હતી. ૨૦૧૪માં સંજીદા શેખે ‘એક હસીના થી’માં તેની બહેન માટે ન્યાય માંગતી દુર્ગા ઠાકુરની ભૂમિકાથી દરેકનું દિલ જીતી લીધું હતું, તેની કારકિર્દીની સફળતામાં આની મોટી ભૂમિકા રહી છે.

આ પણ વાંચો : Katrina Kaif ની જેમ ઘરના પડદા પહેરીને ઈવેન્ટ પર પહોંચી આ સ્ટારકિડ્સ, લૂક જોઈને પહોળી થઈ જશે આંખો…

તેણે ‘ઈશ્ક કા રંગ સફેદ’માં પહેલીવાર પાંચ વર્ષના બાળકની ઓનસ્ક્રીન માતાની ભૂમિકા ભજવી હતી. આ પછી અભિનેત્રી ‘ગહેરાઈયા’ અને ‘લવ કા હૈ ઇન્તેઝાર’ જેવા શોમાં જોવા મળી હતી. સંજિદાએ ૨૦૨૦માં હર્ષવર્ધન રાણેની સામે ‘જહાન’થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો.

આ પછી તે શબાના આઝમી, રિતિક રોશન અભિનીત ફિલ્મ ‘ફાઇટર’ અને હોરર ફિલ્મ ‘કાલી ખૂહી’માં પ્રિયાના રોલમાં જોવા મળી હતી અને આ ભૂમિકા માટે તેના ખૂબ વખાણ થયા હતા. ૬ દિવસ પહેલા સંજિદાએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટથી હલચલ મચાવી દીધી હતી.

તેણે સંજય લીલા ભણસાલીની સીરિઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’માં તવાયફની ભૂમિકા ભજવી હતી. ‘હીરામંડી’ વિશે વાત કરીએ તો આ સિરીઝ અંગ્રેજોના સામ્રાજ્ય સામે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન લાહોરમાં આવેલી હીરામંડીની ગણિકાઓની વાત છે. આ શોમાં સંજિદા સાથે મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, શર્મિન સેહગલ મહેતા, તાહા શાહ બદુશા, શેખર સુમન અને અધ્યાન સુમન પણ છે.

સંબંધિત લેખો

Back to top button