મનોરંજન

OTT Platform પર પણ Sanjay Leela Bhansaliનો જ દબદબો…

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી ફરી એક પોતાના દમદાર પ્રોજેક્ટને કારણે ચર્ચામાં આવી ગયા છે અને આ વખતે તેઓ થિયેટર નહીં પણ ઓટીટી પ્લેટફોર્મ પર આવ્યા છે. સંજય લીલા ભણસાલીએ વેબ સિરીઝ હીરામંડીથી ડિજિટલ ડેબ્યુ કરી છે. પહેલી મેના હીરામંડીઃ ધ ડાયમંડ બાઝાર રીલિઝ થઈ છે અને એના આઠ એપિસોડ છે. હીરામંડીની પોપ્યુલારિટીને એ વાત પરથી સમજી શકાય એમ છે. નેટફ્લિક્સ પર હીરામંડી ધમાલ મચાવી રહી છે. હીરામંડીને દુનિયાભરમાંથી દર્શકો ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે.

વાત જાણે એમ છે કે હીરામંડી ઓટીટી પ્લેટફોર્મ ભારતમાં નંબર 1, યુકે નંબરમાં 4 અને યુએસમાં નંબર 7 પર ટ્રેન્ડ કરી રહી છે. દેશભરમાં જ નહીં પણ દુનિયાભરમાં ફેન્સ સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વેબસિરીઝ દેહવ્યવસાય કરનારી મહિલાઓની નગરી હીરામંડી પર આધારિત છે અને એમાં આઝાદીના રંગને નવો અંદાજમાં દેખાડવામાં આવ્યું છે.

આપણ વાંચો: Heeramandiની રિલીઝ ડેટ થઈ જાહેર, આ તારીખથી જોઈ શકશો રૂપસુંદરીઓની કહાની

સંજય લીલા ભણસાલીના ડિરેક્શન હેઠળમાં હીરામંડીઃ ધ ડાયમંડ બજાર એ એક આઠ ભાગવાળી સિરીઝ છે અને પહેલી મેના દિવસે 190 દેશોમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં લીડ રોલમાં સોનાક્ષી સિન્હા, મનિષા કોઈરાલા, અદિતિ રાય હૈદરી, શેખર સુમન, અધ્યયન સુમનથી લઈને રિચા ચઢ્ઢા સહિતના અને સ્ટાર છે.

હીરામંડીની સ્ટોરી આઝાદી પહેલાંની છે આઝાદીની આ લડાઈમાં કઈ રીતે દેહવ્યવસાય કરનાર મહિલાઓનું પણ યોગદાન હતું એ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં મનિષા કોઈરાલા મલ્લિકા જાનના રોલમાં તો સોનાક્ષી સિન્હા ફરદીનના રોલમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button