હું સંજય કપૂરની વિધવા છું, તેમના મૃત્યુ સમયે તમે ક્યાં હતા? પ્રિયા સચદેવે કોર્ટમાં કરિશ્મા કપૂર પર કર્યા પ્રહાર...
મનોરંજન

હું સંજય કપૂરની વિધવા છું, તેમના મૃત્યુ સમયે તમે ક્યાં હતા? પ્રિયા સચદેવે કોર્ટમાં કરિશ્મા કપૂર પર કર્યા પ્રહાર…

નવી દિલ્હી: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરની સંપત્તિનો વિવાદ દિલ્હી હાઈ કોર્ટમાં પહોંચ્યો છે. કરિશ્મા કપૂરના સંતાનોએ પિતાની 30 હજાર કરોડની સંપત્તિમાં 20-20 ટકાનો ભાગ માંગ્યો છે.

જેને લઈને તાજેતરમાં દિલ્હી હાઈ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં સંજય કપૂરની વિધવા પત્ની પ્રિયા સચદેવે કરિશ્મા કપૂરને આડેહાથ લીધી હતી.

તમે તો પતિને છોડી દીધો
સંતાનોનો સહારો લઈને કરિશ્મા કપૂરે દિલ્હી હાઈ કોર્ટમાં એક અરજી કરી છે. જેમાં સંજય કપૂરની પત્ની પ્રિયા સચદેવ પર તેની વસિયત છૂપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરંતુ 10 સપ્ટેમ્બરના રોજ થયેલી સુનાવણીમાં પ્રિયા સચદેવ વતી તેમના વકીલે કોર્ટમાં અનેક ખુલાસા કર્યા હતા.

વકીલ રાજીવ નાયરે કોર્ટને જણાવ્યું હતું કે, “સંજય કપૂરના મૃત્યુના સમયે પ્રિયા સચદેવ તેમની કાયદેસરની પત્ની હતી. હવે આ પ્રેમ અને નિકટતાના દાવાઓ- આ બધુ ત્યારે ક્યાં હતું, જ્યારે તેમણે (કરિશ્મા) સુપ્રીમ કોર્ટ સુધી છૂટાછેડાની લડત લડી હતી.”

વકીલ રાજીવ નાયરે આગળ જણાવ્યું હતું કે, “તેમના સ્વર્ગસ્થ પતિએ એક ટ્રસ્ટ બનાવ્યો હતો. કોર્ટમાં કેસ ફાઈલ થયાના પાંચ દિવસ પહેલા ટ્રસ્ટના દસ્તાવેજો અનુસાર રૂ. 1900 કરોડની સંપત્તિ બાળકોના નામે કરી દેવામાં આવી હતી.

વાદી પક્ષે જણાવવું જોઈતું હતું કે પૂર્વ પત્ની સાથે થયેલી છૂટાછેડાની કાર્યવાહી સુપ્રીમ કોર્ટમાં પૂરી થઈ હતી. તે અમારા દિવંગત પતિ છે, તેમના પ્રત્યે થોડી સહાનુભૂતિ છે. હું વિધવા છું. હું તેમની છેલ્લી કાયદેસરની પત્નીના રૂપે હતી. ત્યારે તમે ક્યાં હતા? તમારા પતિ તમને ઘણા વર્ષો પહેલા છોડીને ચાલ્યા ગયા હતા.”

આ પણ વાંચો…શું સંજય કપૂરને મોતનો અણસાર આવી ગયો હતો?

દિલ્હી હાઈ કોર્ટનો પ્રિયા સચદેવને આદેશ
ઉલ્લેખનીય છે કે, સમાયરા અને ક્રિયાને દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં 21 માર્ચ 2025ની વસીયતને શંકાસ્પદ, નકલી અને બનાવટી ગણાવી હતી. આ સાથે પ્રિયા સચદેવ સામે આક્ષેપો કર્યા હતા કે, તેણે 7 અઠવાડિયા સુધી સંજય કપૂરની વસિયત છૂપાવીને રાખી હતી.

દિલ્હી હાઈ કોર્ટે તાજેતરની સુનાવણીના અંતે જ્યોતિ સિંહે પ્રિયા સચદેવને 9 ઓક્ટોબર સુધી પોતાનો જવાબ આપવાનો આદેશ આપ્યો છે. સાથોસાથ સંજય કપૂરની તમામ જંગમ અને સ્થાવર સંપત્તિની યાદી કોર્ટમાં રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો…કરિશ્માનાં સંતાનોને પહેલેથી 1900 કરોડ મળી ગયા છે હવે કેટલા? જાણો કોર્ટમાં કોણે કેવા દાવા કર્યા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button