એક સંપત્તિ, બે વસિયત: સંજય કપૂરના ૩૦ હજાર કરોડના વારસા પાછળ કોનું કાવતરું?

બોલીવુડની ફિલ્મો જેવું દિલ્હી હાઈ કોર્ટમાં દ્રશ્ય સર્જાયું હતું, જ્યાં વેપારી સંજય કપૂરની અંદાજે ૩૦ હજાર કરોડની સંપત્તિને લઈને વારસાગત વિવાદ વકર્યો છે. આ વારસાગત વિવાદ એક પરિવારની આંતરિક લડાઈને દર્શાવે છે, જ્યાં પ્રેમ, વિશ્વાસ અને વારસાના અધિકારોના પ્રશ્નો ઉભા થયા છે.
સોમવારે કોર્ટમાં અભિનેત્રી કરિશ્મા કપૂરના બાળકો 20 વર્ષની સમાયરા અને 15 વર્ષના કિયાનની અરજી પર સુનાવણી ફરી શરૂ થઈ હતી. તેના વકીલએ વસિયતમાં છેડછાડ કરીને આ બાળકોને વારસાથી વંચિત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે વસિયતમાં ઘણા લુફોલ છે જેના કારણે બાળકો સંપત્તિથી વંચિત રહે, વસિયતમાં પુત્રનું ખોટું નામ અને પુત્રીનું સરનામું ખોટું લખવામાં આવ્યું છે. જે સંજય કપૂરના વ્યક્તિત્વથી વિરુદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે સંજય કપૂરની તબીયત સારી હતી, એ સમયે તેની ભારતીય સંપતી એક ટ્રસ્ટ તરીકે સુરક્ષિત હતી. પરિસ્થિતી પ્રમાણે સબૂતોમાં એટલો વિરોધાભાસ દેખાય રહ્યો છે કે અનુમાન લગાડી શકાય વસિયતના વિષય વસ્તુમાં કઈક ભૂલ છે. આ વાતની પુષ્ટી સંપતિથી વંચિત બાળકો સાથે થયેલી ટેલિફોનીક વાતચીતના આધારે વકિલે કરી કોર્ટમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે વસિયત 21 માર્ચના બનાવવામાં આવી હતી પરંતુ તેમાં ફેરફાર 17 અને 24 માર્ચના કરવામાં આવ્યા હતા. જેના કારણે બે વસીયતોની વાત ઉભી થઈ છે.
વકીલે સંજય, પ્રિયા કપૂર અને દિનેશ અગ્રવાલ વચ્ચેના વ્હોટ્સએપ ગ્રુપનો ઉલ્લેખ કર્યો, જ્યાં વસિયત પીડીએફ ફાઈલ તરીકે મોકલવામાં આવી અને તેનું નામ બે વખત બદલાયું છે. આ આખા મામલે પ્રિયા કપૂરને કાવતરું કરનારી આરોપી ગણાવી હતી. વકિલ પ્રમાણે વસિયતના મેસેજની પુષ્ટિ પ્રિયાએ કરી, સંજયે નહીં. આ વસિયતમાં સંજયની વ્યક્તિગત સંપત્તિ પ્રિયાના નામે છે.
સમાયરા અને કિયાન ઉપરાંત સંજયની માતા રાની કપૂરે પણ વસિયતને પડકારી છે, તેણે કહ્યું કે તેના માટે કંઈ જ છોડવામાં આવ્યું નથી. આ કેસમાં પ્રિયા પર લાલચુ હોવાના આરોપો લાગ્યા છે અને કોર્ટમાં તેની તુલના સિન્ડ્રેલાની સાવકી માતા સાથે કરવામાં આવી હતી.