વુમનાઈઝર તરીકે જાણીતા સંજય દત્તના સિરિયસ અફેર્સની યાદી પણ લાંબી છે | મુંબઈ સમાચાર

વુમનાઈઝર તરીકે જાણીતા સંજય દત્તના સિરિયસ અફેર્સની યાદી પણ લાંબી છે

વર્ષ 2018માં આવેલી ફિલ્મ સંજૂમાં સંજય દત્ત બનેલા રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના 300 કરતા વધારે મહિલાઓ સાથે અફેર્સ રહ્યા છે. આ વાત સાચી હોવાનું સંજય એક ટીવી રિયાલિટી શૉમાં પણ કહી ચૂક્યો છે.

આથી સંજય દત્તને વુમનાઈઝર કહેવો ખોટો નહીં કહેવાય. (Sanjay Dutt Affairs) એક સમયે ડ્રગ્સ લેતો સંજય દત્ત, 1993ના બૉમ્બ ધકાડામાં પકડાયેલો સંજય દત્ત ભલે કેટલીય છોકરીઓ સાથે પ્રણયફાગ ખેલી ચૂક્યો હોય, પણ તેના સિરિયસ અફેર્સ પણ રહ્યા છે. ત્રણ લગ્ન કરી ચૂકેલો દત્તના લવ અફેર્સનું લિસ્ટ પણ લાંબુ છે. ચાલો એક પછી એક પાના ફેરવીએ…

આપણ વાંચો: સંજય દત્ત મુંબઈ બોમ્બ બ્લાસ્ટ રોકી શક્યો હોત! રાજ્યસભામાં નોમિનેટેડ વકીલ ઉજ્જવલ નિકમે કર્યા મોટા ખુલસા

પહેલી ફિલ્મની હીરોઈન બની પહેલો પ્રેમ

ખ્યાતનામ અભિનેત્રી નરગિસ દત્ત અને અભિનેતા તેમ જ રાજકારણી રહી ચૂકેલા સુનીલ દત્તના પુત્રના જાણીતા અફેર્સમાં પહેલું નામ આવે અંબાણી ખાનદાનની બહુ બનેલી ટીના મુનીમનું. (Tina Munim) ટીના અને સંજય દત્ત પહેલેથી એકબીજાની જાણતા હતા અને ફિલ્મ રોકીના સેટ પર બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા.

જોકે આ જ સમયે સંજયની દારૂ અને પછી ડ્રગ્સની લતે ટીનાને સંજયથી અલગ કરી દીધી અને બન્ને છૂટા પડ્યા. સંજય પોતાને રસ્તે ગયો અને ટીના સમય જતા ઉદ્યોગપતિ અનીલ અંબાણીનું દિલ ટીના પર આવ્યું ને બન્ને પરણી ગયા.

આપણ વાંચો: સંજય દત્ત સાથે આ ક્રિકેટર સાથે પણ ચર્ચાયું હતું માધુરી દિક્ષિતનું નામ, બન્નેમાં નડ્યા વિવાદો

ધક ધક ગર્લ દિલ દઈ બેઠી ખલનાયકને

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માધુરી દીક્ષિતના સૌથી વધારે ચર્ચાયેલા અફેર્સમાં સંજય દત્તનું નામ મોખરે છે. ફિલ્મ સાજનમાં બન્નેએ સાથે કામ કર્યુ અને એકબીજાના પ્રેમમાં પડ્યા. બન્નેના અફેર્સની ચર્ચા ખૂબ જ ચાલી. માધુરી સંજયની બીજી ફિલ્મોના સેટ પર પણ દેખાતી. જોકે માધુરીનો પરિવાર આ સંબંધથી ખુશ ન હતો.

(Madhuri Dixit) આ વાત 1991-1992ની છે ત્યાં 1993માં બોમ્બ બ્લાસ્ટ અને ત્યારબાદ સંજય દત્તનું નામ તેમાં આવતા માધુરી સમસમી ગઈ. તે માહોલ જ એવો હતો કે આ લવસ્ટોરી પર ફુલસ્ટોપ મૂકાયું. એમ પણ કહેવાય છે કે માધુરીની બહેને માધુરીની સંજયથી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

આપણ વાંચો: અજયની ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ, સંજય દત્તને ભારે ફટકો…

સંજય દત્તનો આ અફેર્સ માન્યમાં ન આવે તેવો

તમે ભલે સંજય દત્તના ઘણા અફેર્સ વિશે સાંભળ્યું હશે, પણ એક અભિનેત્રી સાથેના સંજયના સંબંધો તમને અચંબામા પાડી દેશે. સંજય દત્તની એક ફિલ્મ આવી હતી ઝમીન આસમાન. આ ફિલ્મમાં બોલીવૂડની રૂપસુંદરી રેખા હીરોઈન હતી.

જી હા પોતાનાથી પાંચ વર્ષ નાના સંજૂબાબાના પ્રેમમાં રેખા (Rekha married Sanjay Dutt) પડી હતી અને સામે સંજય દત્ત પણ પિતા સુનીલ દત્તની સામે હીરોઈન રહી ચૂકેલી રેખાના પ્રેમમાં પડ્યો. આટલું જ નહીં બન્નેએ મંદિરમાં જઈ લગ્ન કરી લીધા અને થોડા દિવસો માટે ક્યાંક ભાગી ગયા હોવાનું પણ કહેવાય છે.

રેખા સંજય દત્તના નામનો સિંદૂર પણ લગાવતી હોવાનું સેટ પરના લોકો કહે છે. જોકે પિતા સુનીલ દત્તને આ વાતની જાણ થતા તેમણે બન્નેને અલગ કર્યા અને રેખાને સંજયથી દૂર રહેવાની સલાહ આપી

આપણ વાંચો: ફુલ ટાઈટ સંજય દત્ત કોની સાથે રોમાન્સ કરતો દેખાયો કે વીડિયો થઈ ગયો વાયરલ

આ બે અભિનેત્રીઓ સાથે પણ કર્યું ઈલુઈલુ

સંજય દત્તના જાણીતા અફેર્સની યાદીમાં બે અન્ય હીરોઈનો પણ છે. એક તો નાદિયા દુર્રાની અને બીજી લીઝા રે. ફિલ્મ કાંટેના શૂટિંગ દરમિયાન નાદીયા સંજયને સેટ પર મળવા આવતી અને બન્નેના અફેર્સની વાત ચર્ચાઈ હતી.

જોકે તેનો અંત ક્યારે અને શા માટે આવ્યો તે વિશે ખાસ કંઈ માહિતી નથી. આવી જ રીતે લીઝા રેનું નામ પણ સંજય સાથે જોડાયેલું. સંજયના ખરાબ સમયમાં લીઝાએ તેનો સાથ આપ્યો. જોકે પછી તો લીઝા પણ કેન્સરનો શિકાર બની. આમ આ બન્ન અફેર્સ પર પણ પૂર્ણવિરામ લાગ્યો.

ત્રણ લગ્ન અને ત્રણ સંતાનનો બાપ છે સંજય

સંજય દત્તની કુંડળીમાં અફેર્સની જેમ લગ્ન પણ એક નહીં ત્રણ ત્રણ લખ્યા હશે. રેખા સાથેના અફેર્સ કે લગ્નની ચર્ચા વચ્ચે સુનીલ દત્તે દીકરાને પરણાવવાનું નક્કી કર્યું અને અભિનેત્રી ઋચા શર્મા સાથે સંજયના 1987માં પહેલા લગ્ન થયા.

બન્નેને ત્રિશલા નામની એક દીકરી પણ થઈ, પણ ડ્રગ્સ, દારૂ અને છોકરીઓના લફરાંથી ઋચા કંટાળી અને તેવામાં તેને કેન્સર થયું. સંજયે માતા નરગિસને કેન્સરમાં ખોઈ અને પછી પત્નીનાં કેન્સરથી તે ભાંગી પડ્યો. ઋચાનો ઈલાજ અમેરિકામાં થયો, પણ 1996માં તે માત્ર 32 વર્ષની ઉંમરે મૃત્યુ પામી.

ત્યારબાદ સંજયની લાઈફમાં આવી રિયા પિલ્લઈ. મોડેલ રિયા જેલવાસ દરમિયાન પણ સંજયની પડખે ઊભી રહી. સંજય અને તેનો પ્રેમ ઊંડો થયો અને 1998માં બન્નેએ લગ્ન કર્યા. જેલમાંથી નીકળ્યા બાદ સંજયની કિસ્મત ચમકી અને તેને ફિલ્મો મળી, પણ તે પત્ની રિયાથી દૂર થતો ગયો અને 2008માં બન્નેએ અલગ થવાનું નક્કી થયું.

અમુક ફિલ્મી પંડિતોનું એમ પણ માનવાનું છે કે રિયા ટેનિસ પ્લેયર લિયેન્ડર પેસના પ્રેમમાં પડી હતી અને સંજયના જીવનમાં માન્યતા આવી, આથી આ સંબંધ પૂરો થયો. જોકે સંજયે રિયાને એલિમોનીમાં ઘણા શેયર્સ અને બાન્દ્રામાં બે આલિશાન ફ્લેટ્સ આપ્યા હતા. આ બન્નને દસ વર્ષના લગ્નજીવનમાં સંતાન ન હતું.

ત્યારબાદ આવી મુસ્લિમ યુવતી દિલનવાઝ શેખ. 2008માં જ બન્નેએ ગોવામાં લગ્ન કર્યા અને દિલનવાઝ માન્યતા બની ગઈ. 2010માં બન્ને બે સંતાનના માતા-પિતા બન્યા. હજુ સુધી તેમના સંબંધો અકબંધ છે અને આઈડિયલ કપલ તરીકે તેઓ બોલીવૂડમાં ઓળખાય છે.

આપણે આશા રાખીએ કે હવે સંજુબાબાની બીજી કોઈ પ્રેમલીલા પ્રકાશમાં ન આવે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button