મનોરંજન

સંજય દત્તને ભૂતકાળ નડી ગયો ને આ ફિલ્મ તેના હાથમાંથી ગઈ

અભિનેતા સુનીલ દત્ત અને નરગિસના પુત્ર 65 વર્ષીય અભિનેતા સંજય દત્ત ભલે ભૂતકાળ ભુલી વર્તમાનમાં આગળ વધી રહ્યા હોય, પરંતુ ક્યાંક તેમને એ દિવસો અને તે સમયે કરેલી ભૂલો નડતી રહે છે. સૌ કોઈ જાણે છે કે એક સમયે ડ્રગ્સનો શિકાર બનેલો સંજય દત્ત આર્મ્સ એક્ટ હેઠળ દોષી સાબિત થયો હતો અને જેલમાં પણ ગયો હતો. 1993ના બૉમ્બ બ્લાસ્ટમાં તેની ભૂમિકાએ તેના જીવનમાં ભારે ખળભળાટ લાવ્યો હતો. જોકે અભિનેતાની દાદ દેવી પડે કે આવી કપરી સ્થિતિમાંથી તે બહાર આવ્યો અને ફરી ફિલ્મોમાં કામ કરી પોતાનું સ્થાન જમાવ્યું, પણ તેની તે સમયની ભૂલ કે ગુનાએ તેની પાસેથી એક ફિલ્મ છીનવી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

અભિનેતાને અશ્વિની ધરે 2012ની ફિલ્મ સન ઑફ સરદારની સિક્વલમાં સાઈન કર્યો હતો અને ફરી અજય દેવગન અને સંજય દત્તની જોડી દર્શકોને જોવા મળવાની હતી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાંથી સંજયે આઉટ થવું પડ્યું છે અને હવે તેનો રોલ અભિનેતા અને સાંસદ રવિ કિશન કરે તેવી સંભાવના છે.

આ રોલ સંજયે એટલા માટે છોડવો પડ્યો કે આ ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડમાં છે અને સંજયને વર્ષોથી યુકેના વીઝા મળી રહ્યા નથી. સંજયે ઘણીવાર કોશિશ કરી, પરંતુ 2016 બાદ તે યુકે જઈ શકયો નથી. તે સમયે તેની ગુનામાં સંડોવણી અને સજાને લીધે તેના વીઝા જપ્ત કરવામાં આવ્યા હતા, તેમ અહેવાલો જણાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button