આ વર્ષે સંજુ બાબાનો રહેશે દબદબો: બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા આવી રહી છે 4 મોટી ફિલ્મો!

મુંબઈઃ નેવુંના દાયકાના દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને નરગીસ અને સુનિલ દત્તના દીકરા સંજય દત્તને કોઈ પરિચયની જરૂર નથી. હાલમાં સંજુ બાબા બોલીવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં સતત સક્રિય છે અને એક પછી એક ફિલ્મો કરીને દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.
આ દરમિયાન અમે તમારા માટે સંજુ બાબાની આગામી ફિલ્મો વિશે મહત્વપૂર્ણ માહિતી લાવ્યા છીએ, જે 2025 ના બીજા ભાગમાં મોટા પડદા પર રિલીઝ થશે. ચાલો જાણીએ કે સંજય દત્તની આગામી ફિલ્મો પૈકી પહેલા કઈ શરુ થશે.
આપણ વાંચો: સંજય દત ઉર્ફે સંજુબાબા નામે સજા!
બાગી 4
આ વર્ષના પહેલા ભાગમાં ‘ધ ભૂતની’ જેવી ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી છાપ છોડી ચૂકેલા સંજય દત્તની આગામી ફિલ્મનું નામ ‘બાગી 4’ છે. સંજય દત્તનો ડરામણો અવતાર અભિનેતા ટાઇગર શ્રોફની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝીમાં જોવા મળશે, જેના વિશે માહિતી ગયા વર્ષે બાગી 4ના પોસ્ટર રિલીઝ સાથે આપવામાં આવી હતી. આ એક્શન થ્રિલર 5 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ધુરંધર
તાજેતરમાં સુપરસ્ટાર રણવીર સિંહના જન્મદિવસ નિમિત્તે રણવીરની આગામી ફિલ્મ ધુરંધરનું ધમાકેદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્તની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને ટીઝરમાં તેમનો સ્વેગ સ્પષ્ટપણે દેખાય છે. ધુરંધર 5 ડિસેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ધ રાજા સાહબ
ધ ભૂતની પછી સંજય દત્ત આગામી સમયમાં ધ રાજા સાહબ જેવી બીજી હોરર કોમેડી ફિલ્મમાં જોવા મળશે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસની આ ફિલ્મમાં સંજુ બાબા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ધ રાજા સાહબ પણ 5 ડિસેમ્બરે રિલીઝ થશે.
કેડી ધ ડેવિલ
સંજય દત્ત દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા ધ્રુવ સરજાની ફિલ્મ કેડી ધ ડેવિલમાં પણ જોવા મળશે. ફિલ્મનો તેમનો પહેલો લુક પોસ્ટર પહેલાથી જ રિલીઝ થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની આ ફિલ્મ આ વર્ષના અંતમાં મોટા પડદા પર આવશે. આમ, 2025ના બીજા ભાગમાં સંજય દત્ત આ ચાર બહુચર્ચિત ફિલ્મો દ્વારા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતો જોવા મળશે.