સંજય દત્તે RSSને શુભેચ્છા આપતા ટ્રોલ થયો: કોંગ્રેસી નેતાએ કહ્યું, નાયક નહીં, તું… | મુંબઈ સમાચાર
મનોરંજન

સંજય દત્તે RSSને શુભેચ્છા આપતા ટ્રોલ થયો: કોંગ્રેસી નેતાએ કહ્યું, નાયક નહીં, તું…

મુંબઈ: પહેલી ઓક્ટોબર 1925ના સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)એ 100 વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની 100મી વર્ષગાંઠની ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ અનેક જાણીતી હસ્તીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તેની 100મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અભિનેતા સંજય દત્તે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને શુભેચ્છાઓ પાઠવી છે. જેને લઈને કૉંગ્રેસના નેતાએ સંજય દત્ત પર તીખું નિશાન સાધ્યું છે.

નાયક નહીં, નાલાયક છે તું

અભિનેતા સંજય દત્તે એક્સ પર પોસ્ટ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને શુભેચ્છાઓ પાઠવી હતી. સંજય દત્તે વીડિયો શેર કરીને કહ્યું હતું કે, “સમર્પણ, શિસ્ત અને રાષ્ટ્ર-નિર્માણના 100 વર્ષ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દરેક પડકારનો સામનો કરતો રહ્યું છે. નિ:સ્વાર્થ ભાવે સેવા કરતું રહ્યું છે અને હકારાત્મક સામાજિક પરિવર્તન માટે અથાક પ્રયત્નો કરતું રહ્યું છે.”

https://twitter.com/duttsanjay/status/1973671968412160332

સંજય દત્તની આ પોસ્ટને લઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે, જેમાં પોઝિટિવ અને નેગેટિવ એમ બંને પ્રકારની કમેન્ટનો સમાવેશ થાય છે. આ પ્રતિક્રિયા આપવામાં કૉંગ્રેસના નેતાએ તો હદ પાર કરી છે.

કૉંગ્રેસના નેતા સુરેન્દ્ર રાજપૂતે સંજય દત્તની પોસ્ટને લઈને જણાવ્યું કે નાયક નહીં ખલનાયક હે તું, અપને પિતા કા નાલાયક હે તું. જોકે, કૉંગ્રેસના નેતાની આવી પ્રતિક્રિયાને લઈને સંજય દત્તે કોઈ જવાબ આપ્યો નહોતો.

સુનીલ દત્ત સાહેબે કેવો કપૂત પેદા કર્યો છે

સંજય દત્તની આ પોસ્ટને લઈને કૉંગ્રેસી નેતા સિવાય પણ અન્ય યુઝર્સ તેને કમેન્ટ બોક્સમાં ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું કે ક્યારેક પોતાના બાપને તો યાદ કરી લે. બીજા યુઝરે લખ્યું કે સુનીલ દત્ત સાહેબે કેવો કપૂત પેદા કર્યો છે. આ કપૂતે તેમના જીવતે જીવ અનેખ દુ:ખ-દર્દ આપ્યા. તેમના આ દુનિયામાંથી ચાલ્યા ગયા બાદ પણ હવે આ કપૂત તેમની ક્રેડિટ અને વારસાને ધૂળમાં ભેળવી રહ્યો છે. શરમ કરો મિસ્ટર સંજય દત્ત!

ઉલ્લેખનીય છે કે, સંજય દત્તના પિતા સ્વ. સુનીલ દત્ત કૉંગ્રેસમાંથી સાંસદ રહ્યા હતા. તેમની બહેન પ્રિયા દત્ત પણ કૉંગ્રેસની નેતા અને સામાજિક કાર્યકર પણ છે. સંજય દત્ત 1998માં મુંબઈમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ફસાયા હતા. જેને લઈને તે ગેરકાયદે હથિયાર રાખવાના ગુના હેઠળ ગુનેગાર સાબિત થયો હતો. જેથી તેને જેલની સજા પણ થઈ હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button