સંજય દત્ત મુંબઈ બોમ્બ બ્લાસ્ટ રોકી શક્યો હોત! રાજ્યસભામાં નોમિનેટેડ વકીલ ઉજ્જવલ નિકમે કર્યા મોટા ખુલસા

નવી દિલ્હી: ભારત સરકારના ખાસ સરકારી વકીલ ઉજ્જવલ દેવરાવ નિકમ(Ujjwal Deorao Nikam)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ભલામણ પર રાજ્યસભામાં નોમીનેટ કરવામાં આવ્યા છે. વકીલ તરીકે તેમની લાંબી કારકિર્દી દરમિયાન ઉજ્જવલ નિકમે મુખ્યત્વે હત્યા અને આતંકવાદને લગતા કેસોમાં મહત્વની ભૂમિકા ભજવી. તાજેતરમાં તેમણે 1993 મુંબઈ બોમ્બબ્લાસ્ટ (Mumbai 1993 Bomb Blast) અંગે મોટો ખુલાસો કર્યો, તેમણે કહ્યુ કે જો સંજય દત્તે AK-47 રાખતા સમયે પોલીસને જાણ (Sanjay Dutt AK 47) કરી હોત, તો બ્લાસ્ટ રોકી શકાયા હોત અને લોકોના જીવ બચી ગયા હોત.
એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં ઉજ્જવલ નિકમે તેમની લાંબી કાયદાકીય કારકિર્દી અને કેટલાક કેસ અંગે વાત કરી. ખાસ કરીને તમણે મુંબઈ સિરીયલ બ્લાસ્ટ અંગે આપેલું નિવેદન હાલ ચર્ચામાં છે. તેમણે કહ્યું કે બોલિવૂડ અભિનેતા સંજય દત્તે હથિયારોથી ભરેલી ગાડી વિશે પોલીસને જાણ કરી હોત 1993માં મુંબઈમાં થયેલા વિસ્ફોટો રોકી શકાયા હોત. આ બોમ્બ બ્લાસ્ટમાં 267 લોકોના મોત થયા હતાં.
સંજય દત્ત દોષિત ઠર્યો:
નોંધનીય છે કે સંજય દત્ત પાસેથી AK 47 બંદૂક મળી આવી હતી, કોર્ટે તેને આર્મ એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને છ વર્ષની જેલની સજા ફટકારી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે છ વર્ષની સજા ઘટાડીને પાંચ વર્ષ કરી હતી. સંજય દત્તે પુણેની યરવડા જેલમાં આ સજા પૂર્ણ કરી હતી. જો કે કોર્ટે સંજય દત્તને ટેરરીસ્ટ એન્ડ ડિસ્રપ્ટિવ એક્ટીવીટી (પ્રિવેન્શન) એક્ટ (TADA) કાયદા હેઠળ આતંકવાદી હોવાના આરોપમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
ઉજ્જવલ નિકમે કહ્યું કે કાયદાની નજરમાં તેણે ગુનો કર્યો હતો છે, પરંતુ તે એક સરળ માણસ છે, હું તેને નિર્દોષ માનું છું. સાથે તેમણે એમ પણ કહ્યું કે જો સંજય દત્તે બંદૂક રાખતી વખતે પોલીસને જાણ કરી હોત તો મુંબઈમાં વિસ્ફોટો ન થયા હોત.
…તો બ્લાસ્ટ ના થયા હોત:
ઉજ્જવલ નિકમે મોટો ખુલાસો કરતા કહ્યું “12 માર્ચે વિસ્ફોટ થયા હતાં, તેના થોડા દિવસો પહેલા જ એક વાન તેના (સંજય દત્ત)ના ઘરે આવી હતી, જેમાં હથિયારો ભરવામાં આવ્યા હતાં. અબુ સાલેમ(ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમનો સાથી)એ વાનમાં કેટલાક હેન્ડ ગ્રેનેડ અને એકે 47 બંદૂકો મોકલાવી હતી. સંજયે એક AK 47 રાખી લીધી. જો તે સમયે તેણે હથીયારો વિષે પોલીસને જાણ કરી હોત, તો પોલીસે તપાસ કરી હોત અને મુંબઈ વિસ્ફોટ ક્યારેય ન થયા હોત.”
નિકમે કહ્યું તેમણે સંજય દત્તના વકીલને પણ આ વિશે વાત કરી હતી. સંજય દત્ત પાસે રહેલી AK 47માંથી ક્યારેય ફાયરીંગ કરવામાં આવ્યું ન હતું. પ્રતિબંધિત હથિયાર કબજામાં રાખવું એ અલગ વાત છે, પરંતુ તેણે પોલીસને જાણ ન કરી તે વિસ્ફોટોનું કારણ બન્યું જેમાં ઘણા લોકો માર્યા ગયા.
સંજય દત્ત ભાંગી પડ્યો હતો:
ઉજ્જવલ નિકમે એમ પણ જણાવ્યું કે જ્યારે સંજય દત્તને સજા સંભળાવવામાં આવી ત્યારે તે ભાંગી પડ્યો હતો. તેમણે કહ્યું, “મેં તેની બોડી લેંગ્વેજ બદલાતી જોઈ. તે આઘાતમાં હતો. તે ચુકાદો સહન કરી શક્યો નહીં અને તે હચમચી ગયો હતો.”
આપણ વાંચો: હરિયાણવી અને બોલીવુડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર ગુરુગ્રામમાં ગોળીબાર, માંડ માંડ જીવ બચ્યો
કસાબ વિષે શું કહ્યું?
ઉજ્જવલ નિકમ 26/11 મુંબઈ હુમલો કરનાર પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબના સરકારી વકીલ રહ્યા હતાં. અજમલ કસાબને જેલ બિરયાની ખાવા મળતી હોવા વિષે તેમને પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે કસાબે ખરેખર બિરયાની માંગણી કરી હતી. પરંતુ રાજકીય નેતાઓએ તેના વિષે રાજકારણ કર્યું.