મનોરંજન

Salman Khan ને લઈને Ex-Girlfriend એ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું એ ખૂબ જ…

બોલીવૂડના ભાઈજાન અને દબંગ એક્ટર સલમાન ખાન (Salman Khan)ની ફેન ફોલોઈંગ તગડી છે અને હાલમાં જ એક્ટરે પોતાનો 59મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સલમાન પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે જેટલો ચર્ચામાં રહે છે એટલો જ તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. એમાં પણ ખાસ કરીને રિલેશનશિપ્સને કારણે તો સલ્લુભાઈ ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે.

આ પણ વાંચો : Salman Khan અને Shloka Mehtaનો આ વાઈરલ વીડિયો જોયો કે? એક વખત જોઈ જ લો…

સલમાન અત્યાર સુધીમાં અનેક રિલેશનશિપ્સમાં રહી ચૂક્યો છે અને એમાંથી જ તેની એક એક્સ ગર્લફ્રેન્ડે વર્ષો બાદ સલમાનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સલમાનને લઈને તેની આ એક્સ ગર્લફ્રેન્ડે એવો ખુલાસો કર્યો હતો કે સલમાન ખૂબ જ કન્ટ્રોલિંગ છે અને તે તેમને ટૂંકા કપડાં પહેરવા નહોતા દેતા… આવો જોઈએ કોણ છે સલમાનની આ એક્સ-
સલમાન ખાનની આ એક્સ ગર્લફ્રેન્ડ છે

સંગીતા બિજલાની (Sangeeta Bijlani). સંગીતા બિજલાની હાલમાં જ સિંગિગ રિયાલિટી ટીવી શો ઈન્ડિયન આઈડોલમાં પહોંચી હતી, જ્યાં સલમાન ખાન સાથેના તેના સંબંધોની ખૂબ જ ચર્ચા થઈ. સંગીતાએ એક સ્પર્ધકે પૂછેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે તે સાચે જ સલમાન સાથે લગ્ન કરવાની હતી. આ જ દરમિયાન એક્ટ્રેસે સલમાન વિશે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યો હતા.

સંગીતાએ જણાવ્યું હતું કે સલમાન ખાન ખૂબ જ કન્ટ્રોલિંગ છે અને તેઓ મને હંમેશા કન્ટ્રોલ કરતા હતા. તેમણે મને શોર્ટ ડ્રેસ પહેરવા નહોતા દીધા. મારા જે એક્સ હતા ને હું એમનું નામ નહીં લઉં પણ તેમણે મને હંમેશા લિમિટમાં રાખી હતી કે તમે શોર્ટ ડ્રેસ ના પહેરી શકો, નેક આટલું ડીપ ના હોઈ શકે. હું અત્યારે જેવા શોર્ટ ડ્રેસ પહેરું છું એવા શોર્ટ ડ્રેસ એ સમયે નહોતી પહેરી શકી.

સંગીતાએ પોતાના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે એ સમયે હું થોડી શરમાળ હતી, પરંતુ હવે હું એવી નથી. હવે હું સંપૂર્ણપણે એક ગુંડી જેવી છું. શો દરમિયાન જ જ્યારે સંગીતાને પૂછવામાં આવ્યું કે જીવનમાં તમે શું બદલવા માંગો છો તો સંગીતાએ નામ લીધા વિના જ સલમાન ખાનની નકલ કરતાં જવાબ આપ્યો હતો. મને હવે કોઈ વાતનો ડર નથી લાગતો. હું ત્યારે ખૂબ જ રિઝર્વ્ડ ટાઈપની હતી. હું મારા જીવનના એ હિસ્સાને બદલવા માંગુ છું. હવે હું છુ એ છું.

આ પણ વાંચો : Salman Khanએ કહ્યું મારા પાછળ ઘણા લોકો પડ્યા છે? કારણ જાણશો તો ચોંકી ઉઠશો…

શોમાં સંગીતાએ કહ્યું હતું કે મારા અને સલમાનના અફેયરની વાતો સાચી હતી. અમારા લગ્નના કાર્ડ્સ પણ છપાઈ ગયા હતા, પરંતુ બાદમાં આ સંબંધ તૂટી ગયો અને અમારા રસ્તા અલગ થઈ ગયા. અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને સંગીતાની મુલાકાત બંનેના કરિયરની શરૂઆતમાં એક એડ શૂટ દરમિયાન થઈ હતી અને બંને જણે એકબીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button