મનોરંજન

બૈડએસ રવિકુમાર અને લવયાપાને જબરી ટક્કર આપી રહી છે આ રિ-રિલિઝ ફિલ્મ

ફેબ્રુઆરીનો મહિનો ફિલ્મ રિલિઝ માટે કંઈક અલગ જ છે. 7મી ફેબ્રુઆરીથી થિયેટરોમાં નવી ફિલ્મો સાથે જૂની ફિલ્મો પણ રિલિઝ થઈ છે. બૉક્સ ઓફિસ પર નવી ફિલ્મોના કલેક્શન સાથે રિ-રિલિઝનું કલેક્શન પણ જોવામાં આવે છે. આ ફબ્રુઆરીએ રિલિઝ થયેલી બે નવી ફિલ્મો કરતા રિ-રિલિઝ થયેલી ફિલ્મ આગળ નીકળી ગઈ છે.

7મીએ થિયેટરોમાં જુનૈદ ખાન અને ખુશી કપૂરની લવયાપા અને હિમેશ રેશમિયાની બૈડએસ રવિકુમાર રિલિઝ થઈ હતી. હિમેશની ફિલ્મે જુનૈદની ફિલ્મને ટક્કર આપી છે. મીડિયા અહેવાલો અનુસાર રવિકુમારે પહેલા દિવસે રૂ. 2.75 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે બીજા દિવસે રૂ. 2 કરોડની વધુ કમાણી કરી હતી. ત્રીજા દિવસે ફિલ્મની કમાણી ઘટી હતી અને ફિલ્મ માત્ર ₹1.17 કરોડની કમાણી કરી શકી હતી. આ સાથે તેની કુલ કમાણી ₹5.92 કરોડ થઈ. રવિવારે હિમશની ફિલ્મ ઠંડી પડી હતી, છતાં કુલ કમાણીમાં લવયાપા કરતા આગળ નીકળી છે. લવયાપા માત્ર રૂ. ₹4.25 કરોડની કમાઈ શકી છે.
જોકે આ બન્ને ફિલ્મો પર ભારે પડી છે 2016માં આવેલી અને ફરી રિલિઝ થયેલી સનમ તેરી કસમ. લેન્ટાઈન વીક પર ફરી આ લવસ્ટોરી રિલિઝ થઈ છે અને તેને પહેલી રિલિઝ કરતા ઘણો જ સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે આ ફિલ્મ IMDb રેટિંગમાં 7.5 રેંક મેળવી ચૂકી હતી, પરંતુ રિલિઝ સમયે લોકોના ધ્યાનમા્ં આવી ન હતી. આ ફિલ્મે વીક એન્ડમાં રૂ. 15 કરોડની કમાણી કરી છે. હર્ષવર્ધન રાણે અને માવરા હૉકેનની ફિલ્મ લાઈફટાઈમ કલેક્શન 9 કરોડને તો પહેલા વીકએન્ડમાં જ વટાવી ચૂકી છે.

આ પણ વાંચો : Mrs: movie review: વાર્તા સ્ત્રીઓનાં આનંદની રેસિપીની, પણ દરેક પુરુષે જોવા જેવી ફિલ્મ

web story - 2025-02-05T140440.931

આ સાથે અમિતાભ રેખા અને જયાની સિલસિલા પણ રિલિઝ થઈ છે. જોકે ખૂબ જ ઓછા થિયેટોરમાં એકાદ બે શહેરોમાં જ આ ફિલ્મ જોવા મળી છે તેથી તેના કલેક્શનના ખાસ કોઈ આંકડા જાણમાં આવ્યા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button