હેં, Bigg Boss OTTના Final પહેલાં જ થયું વિનરનું નામ એનાઉન્સ? આ એક્ટ્રેસ જિતી ટ્રોફી…
પોપ્યુરલ રિયાલિટી ટીવી શો બિગ બોસ ઓટીટી-3 (Bigg Boss OTT-3)નું આજે ગ્રાન્ડ ફિનાલે છે પણ એ પહેલાં એક અંગ્રેજી અખબારના પોલ અનુસાર શોના વિનરનું નામ જાહેર થઈ ગયું છે અને એક્ટ્રેસ સના મકબૂલ (Sana Makbul) ટ્રોફી જિતતી દેખાઈ રહી છે.
આ વખતે સલમાન ખાન (Salman Khan)ની જગ્યાએ અનિલ કપૂર (Anil Kapoor)એ શો હોસ્ટ કર્યો હતો. આ સિઝનમાં સના મકબૂલને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી અને એક્ટ્રેસની સ્માઈલ પાછળ ફેન્સ દિવાના છે. પણ શું તમને ખબર છે કે આ સ્માઈલ પાછળ એક દર્દનાક કહાની છે, જેના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ.
સના મકબૂલની સુંદરતાના વખાણ કરતાં લોકો થાકી નથી રહ્યા. જોકે, એક્ટ્રેસે ખુદ આ દર્દનાક કિસ્સા વિશે શો પર ખુલાસો કર્યો હતો. સનાએ શોમાં જણાવ્યું હતું કે તેના હોઠ પર એક શ્વાને બચકું ભરી લીધું હતું અને આ જ કારણે તેને 120 ટાંકા લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ આ માટે તેને સર્જરી પણ કરાવવી પડી હતી. શોની કન્ટેસ્ટન્ટ પૌલોમી દાસ સાથે વાત કરતાં આ ભયાનક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: તો શું સલમાન ખાન બિગ બોસ ઓટીટી 3 હોસ્ટ નહીં કરે?
પૌલોમી દાસે સના મકબૂલને પૂછ્યું હતું કે તેના હોઠ પર આ નિશાન શેના છે, જેના જવાબમાં સના મકબૂલે જણાવ્યું હતું કે એક શ્વાને તેના ચહેરા પર હુમલો કર્યો હતો અને હોઠ પર બચકું ભરી લીધું હતું. સર્જરી કરાવ્યા બાદ આજે પણ તેના ચહેરા પર નિશાન છે. આ ફેસ જ મારી રોજી રોટી છે અને આ ઘટનાને રકારણે હું લાંબો સમય સુધી ડિપ્રેશનમાં જતી રહી હતી, કારણ કે ચહેરા પરના આ નિશાન તેને ખૂબ જ પરેશાન કરી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સના મકબૂલે ટીવીની દુનિયાના એક રિયાલિટી ટીવી શો સ્કુટી ટીન ડીવાથી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે 2010માં ટીવી સિરીયલ ઈશાન, કિતની મહોબ્બત હૈ-2, ઈસ પ્યાર કો ક્યા નામ દૂં, અર્જુન, આદત સે મજબૂર, વિષમાં કામ કર્યું છે. 2021માં તેણે ફિયર ફેક્ટરમાં ભાગ લીધો હતો અને આ સિવાય સના અનેક મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે.