સમીર વાનખેડેએ આર્યન ખાન અને શાહરૂખ ખાન સામે માનહાનીનો દાવો માંડ્યો: જાણો શું છે મામલો

નવી દિલ્હી: શાહરૂખ ખાન દીકરા આર્યન ખાન દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ “ધ બેડ**સ ઓફ બોલિવૂડ” OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ રહી છે, આ સિરીઝ ઘણાં કારણોસર ચર્ચામાં છે. એવામાં એક જુનો વિવાદ પણ ફરી શરુ થયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેએ આર્યન ખાન અને શાહરૂખ ખાન સામે રૂ.2 કરોડનો માનહાનીનો દાવો દાખલ (Sameer Wankhede defamation case Aryan Khan) કર્યો છે. વર્ષ 2021 માં કથિત ડ્રગ પાર્ટી કેસમાં વાનખેડેએ આર્યનની ધરપકડ કરી હતી અને ખંડણી માંગી હતી.
અહેવાલ મુજબ સમીર વાનખેડેએ “ધ બેડ**સ ઓફ બોલિવૂડ”ના પ્રોડ્યુસર્સ સામે માનહાનીનો દાવો દાખાલ કર્યો છે. તેણે શાહરૂખ ખાન અને પત્ની ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ, OTT નેટફ્લિક્સ અને પ્લેટફોર્મ અન્ય પક્ષો પાસેથી ₹2 કરોડનું વળતર માંગ્યું છે. એક નિવેદનમાં તેણે એમ પણ કહ્યું એ આ રકમ તે કેન્સરના દર્દીઓની સારવાર માટે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને દાન કરી દેશે. તેણે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
IRS ઓફિસર સમીર વાનખેડે શરુ કરશે રાજકીય ઇનિંગ! આ પક્ષ સાથે જોડાશે
સમીર વાનખેડના આરોપ:
“ધ બેડ**સ ઓફ બોલિવૂડ”ના એક એપિસોડમાં કથિત ડ્રગ પાર્ટી પર પાડવામાં આવેલા દરોડાનો સીન દર્શાવવામાં આવ્યો છે અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના એક ભ્રષ્ટ અધિકારીનું કેરેક્ટર પણ દર્શાવવામાં આવ્યું છે. સમીર વાનખેડનો આરોપ છે કે આ કેરેક્ટર તેને બદનામ કરવા માટે દર્શાવવામાં આવ્યું છે.
સમીર વાનખેડેએ જાહેર કરેલા એક નિવેદન અનુસાર, આ સિરીઝમમાં ડ્રગ્સના દુષણ સામે કાર્યવાહી કરતી એજન્સીઓની ભ્રામક અને ખોટી છબી રજૂ કરવામાં આવી છે. સિરીઝમાં આવા દ્રશ્યોને દર્શાવીને આ સંસ્થાઓ પર લોકોનો વિશ્વાસ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મીડિયા સાથે વાત કરતા સમીર વાનખેડે જણાવ્યું કે આર્યન ખાન સાથે જોડાયેલા કેસની સુનાવણી બોમ્બે હાઈકોર્ટ અને મુંબઈની NDPS સ્પેશિયલ કોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે આ રીતે તેની છબી ખરાબ કરવો પ્રયાસ કરવો યોગ્ય નથી.
Aryan Khan Drugs Case: 27 માર્ચ સુધી સમીર વાનખેડેને ધરપકડમાંથી રાહત, જાણો કેમ?
વાનખેડેએ કહ્યું, “સિરીઝમાં એક કેરેક્ટર ‘સત્યમેવ જયતે’ નારો લગાવતી વખતે વચ્ચેની આંગળી બતાવે છે, જે રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન છે અને અશોભનીય છે.”
નિવેદનમાં વાનખેડે એ એવો પણ આરોપ લગાવ્યો કે સિરીઝમાં દર્શાવવામાં આવેલા દ્રશ્યો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ઘણી જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે.
શું છે સમીર વાનખેડે-આર્યન ખાન કેસ:
ઓક્ટોબર2021 માં સમીર વાનખેડેની ટીમે મુંબઈના દરિયાકાંઠે કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડા પાડ્યા હતાં, તેમને બાતમી મળી હતી કે ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી કરવામાં આવી રહી છે. દરોડા દરમિયાન આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. એક મહિના સુધી જેલમાં રાખ્યા બાદ આર્યનને જામીન પર છોડવામાં આવ્યો હતો.
Sameer Wankhede: EDએ સમીર વાનખેડે સામે કેસ નોંધ્યો, ત્રણ NCB અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા
વર્ષ 2023માં CBIએ સમીર વાનખેડે અને અન્ય ચાર લોકો પર ખંડણી ઉઘરાવવાનો કેસ નોંધ્યો. તેમના પર આરોપ છે કે ક્રુઝ પર સવાર એક શખ્સ પર કેસ ન નોંધવા માટે પરિવાર પાસેથી રૂ.25 કરોડની માંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ સમીર વાનખેડે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
આ કેસ, મહિનાઓ સુધી મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાતો રહ્યો, હવે આ સિરીઝની સાથે આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.