રણબીર કપૂરની ભાણેજને જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશેઃ જૂઓ વીડિયો...

રણબીર કપૂરની ભાણેજને જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશેઃ જૂઓ વીડિયો…

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી નીતુ કપૂર, તેમની દીકરી રિદ્ધિમા કપૂર સાહની અને પૌત્રી સમારા સાહની મંગળવારે રાત્રે મુંબઈમાં ડિનરની મજા માણવા માટે મુંબઈની એક હોટલમાં પહોંચ્યા હતા. જેનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સમારાએ પાપારાઝી સાથે કરેલી મજેદાર વાતચીતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સમારા પાપારાઝી સાથે હળવી મજાક કરતી જોવા મળી. તેણીએ પાપારાઝીને નમસ્તે કરવા સાથે તેમના હાલચાલ પણ પૂછ્યા હતા. પાપારાઝીના જવાબ પર તે હસીને મોં ઢાંકતી દેખાઈ. જ્યારે એક પાપારાઝીએ તેને પરિચય આપતા સાથે મળીને આનંદ થયાની વાત પણ કરી હતી. સમારાએ અલગ અલગ પોઝમાં ફોટો પણ આપ્યા હતા.

સમારાની આ મજેદાર વાતચીતથી રિદ્ધિમા અને નીતુ પણ હસી પડ્યાં. નીતુએ પણ સમારાની આ રમૂજી વાતચીત પર હાસ્ય કર્યું. જણાવી દઈએ કે નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની અને સમારા સહાની ડિનર માટે પહોચ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ સમારાને “ક્યૂટ” અને “ખૂબસૂરત” ગણાવી, અને ઘણા લોકોને તેની લાઈમલાઈટની મજા લેતી સ્ટાઈલ ગમી.

અગાઉ સમારા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે રિદ્ધિમાના પિતરાઈ આદર જૈનના લગ્નમાં લોકોએ ભૂલથી ધાર્યું હતું કે તેણે નીતુને ધક્કો માર્યો. રિદ્ધિમાએ હિન્દુસ્તાન ટાઈમ્સને સ્પષ્ટતા કરી હતી કે સમારા ઉત્સાહમાં હતી અને પોતે પોઝ આપવા માગતી હતી, તેણે નીતુને ધક્કો માર્યો ન હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button