સામંથાએ ફેબ્રુઆરીમાં ચુપચાપ કરી હતી સગાઈ? ‘વેડિંગ રિંગ’નું સિક્રેટ જાણીને ચોંકી જશો!

પહેલી ડિસેમ્બર, 2025ના સામંથાના ચાહકો ચોંકી ઉઠ્યા હતા. સમન્થાએ ‘ધ ફેમિલી મેન’ના કો-ક્રિયેટર રાજ નિદિમોરુ સાથે લગ્ન કરીને તેના ફેન્સને સરપ્રાઈઝ આપ્યું હતું.
સામંથા અને રાજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નના ફોટો શેર કરીને ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કર્યા હતા ત્યારે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થતો હતો કે, સામંથાએ લગ્ન પહેલા સગાઈ કરી હતી? સામંથાના ફેન્સ આ પ્રશ્નનો જવાબ પણ શોધી લાવ્યા છે.
આપણ વાચો: બાંદ્રામાં જીમમાંથી નીકળતી સામંથા પાપારાઝી પર ભડકી, ચાહકો ચોંક્યા!
વેડિંગ રિંગનું પણ લોકોનું લાગ્યું ઘેલું
સામંથાએ શેર કરેલા લગ્નના ફોટોમાં તેના હાથમાં એક ચમકતી ડાયમંડ રિંગ જોવા મળી છે. સામંથાના ફેન્સે તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી 41 અઠવાડિયા પહેલાના એક ફોટોમાં આ રિંગ શોધી કાઢી છે.
આ ફોટો પરથી ફેન્સ એવું અનુમાન લગાવી રહ્યા છે કે, સામંથાએ રાજ નિદિમોરૂ સાથે ફેબ્રુઆરી 2025માં સગાઈ કરી હતી, પરંતુ તેની જાહેરાત કરવાનું ટાળ્યું હતું. જોકે, સામંથાની વેડિંગ રિંગનું પણ સૌને આશ્ચર્ય થયું છે.
એ ક્લાસિક સોલિટેયર અથવા સેફ ડિઝાઈન નથી, પરંતુ એક રેર ક્લેક્ટર પીસ છે, જે ડાયમંડથી બનેલો છે. એટલું જ નહીં, આ પ્રકારની રિંગની કિંમત 1.5 કરોડ રુપિયા હોય છે, જે રેર પણ છે.
આપણ વાચો: સામંથા રૂથ પ્રભુને કોણે આપી હતી ઉં અંટવા નહીં કરવાની સલાહ? ખુદ કર્યો ચોંકાવનારો ખુલાસો?
સામંથાની જૂની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈને એક યુઝર્સે લખ્યું કે, શું માત્ર મને એવું લાગી રહ્યું છે કે, તેમની સગાઈ અગાઉથી જ થઈ ગઈ હતી? બીજા એક યુઝરે લખ્યું કે, મને પણ લાગી રહ્યું છે કે, આ રિંગ કોઈ ખાસ વાત તરફ ઈશારો કરી રહી છે. સામંથાની સગાઈની ચર્ચાની સાથોસાથ તેના લગ્નની તૈયારીનો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેની મેકઅપ આર્ટિસ્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સામંથા અને રાજે તમિલનાડુના કોઈમ્બતુર ખાતે ઇશા યોગ સેન્ટર ખાતે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન લિંગ ભૈરવી દેવી મંદિરમાં એક પવિત્ર ભૂત શુદ્ધિ લગ્નસમારોહ હેઠળ સંપન્ન થયા હતા. સામંથા અગાઉ રાજ સાથે કામ કરી ચૂકી છે. સામંથાએ અગાઉ ફેમિલી મેનની ત્રીજી સીઝનમાં કામ કર્યું હતું. જેનું નિર્માણ પણ રાજ અને ડીકેએ કર્યું હતું.



