હવે સામન્થા રૂથ પ્રભુએ 38 વર્ષે શું લખી નાખ્યું કે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની?

સામન્થા રૂથ પ્રભુ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના જીવન પ્રસંગ, આવનારા પ્રોજેક્ટ અને યોગ લાઈફસ્ટાઈલને લઈ અપડેટ શેર કરતી રહેતી હોય છે. આ વચ્ચે ફરી એક વખત તેને પોતાના ત્રીસ વર્ષ સુધીના જીવનના અનુભવો અને સાચા પ્રેમની શોધને લઈ હૃદયસ્પર્શી કવિતા શેર કરી હતી. આ કવિતાથી તેને પોતા વીસ વર્ષની ઉંમરથી કરેલા સ્ટ્રગલ અને ત્રીસ વર્ષની ઉંમરમાં મળેલી શાંતિનું વર્ણન કર્યું હતું. આ કવિતાને ચાહકોએ ખુબ વખાણી હતી.
સાઉથની 38 વર્ષીય ફેમસ એક્ટ્રસ સામન્થાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને તેની સાથે કેપ્સનમાં લાંબી કવિતા લખી, જેમાં તેણે ત્રીસ વર્ષમાં પોતાના જીવનમાં આવેલા બદલાવનું વર્ણન કર્યું. તેણે લખ્યું કે વીસ વર્ષ સુધી હું ગમગીની અને દેખાવની પાછળ દોડધામથી કરતી હતી. પોતાની ઓળખ શોધવામાં ખોવાયેલી હતી.
પરંતુ ત્રીસ વર્ષે મેં મારી ખામીઓ અને ભૂલોને સ્વીકારી, બેવડી જિંદગી જીવવાનું બંધ કર્યું. આ ઉપરાંત આ કવિતામાં તેણે સાચા પ્રેમની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે તેને પોતાની અસલી ઓળખ સાથે મળશે.
સામન્થાએ તેની કવિતામાં લખ્યું કે ત્રીસ વર્ષની ઉંમરે મને થોડી શાંતી ભર્યું જીવન મળ્યું છે. આ સમયમાં તેણે જૂની ભૂલોનો સ્વીકારી અને સુધારી છે અને બીજા માટે પોતાના જીવનને બદલવાનું બંધ કર્યું હોવાની વાત કવિતામાં કરી હતી. આ કરવાથી તેને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. આ કવિતા ખાસ કરીને યુવતીઓને પોતાની ઓળખ સ્વીકારવા અને આઝાદ થવા માટે પ્રેરે છે.
સામન્થાનું વ્યક્તિગત જીવન
સામન્થાના લગ્ન 2017માં નાગા ચૈતન્ય સાથે થયા હતા. પરંતુ બંનેએ ચાર વર્ષ બાદ 2021માં છૂટાછેડા થઈ ગયા હતા. જો કે થોડા સયમથી એવી અફવાઓએ જોર પકડ્યું છે કે તે નિધિમોરુને ડેટ કરી રહી છે. વ્યાવસાયિક જીવનમાં સમાંથા રાજ અને ડીકેની આગામી વેબ સિરીઝ ‘રક્ત બ્રહ્માંડ: ધ બ્લડી કિંગડમ’માં કામ કરી રહી છે, જેમાં આદિત્ય રોય કપૂર, અલી ફઝલ, વામિકા ગબ્બી અને જયદીપ અહલાવત પણ છે. આ સિરીઝ 2026માં રીલીઝ થઈ શકે છે.
આ પણ વાંચો…બાંદ્રામાં જીમમાંથી નીકળતી સામંથા પાપારાઝી પર ભડકી, ચાહકો ચોંક્યા!