મનોરંજન

સામંથા રૂથે પોતાની બીમારી વિશે ખુલીને વાત કરી કહ્યું કે તે સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો….

સામંથા રુથ પ્રભુ સાઉથ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. જો કે આ અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી નથી અને તેનું ખાસ કારણ છે કે તે એક બીમારી સાથે લડત આપી રહી હતી. અને આ બાબત વિશે સામંથા એ જાતે જ ખુલાસો કર્યો હતો. સામંથા એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તેની બીમારી અંગે નિદાન થયું અને આ બીમારીનું નામ માયોસિટિસ છે. જ્યારે નિદાન થયું ત્યારે શરૂઆતના વર્ષો ઘણા મુશ્કેલ હતા. આ ઉપરાંત પણ સામંથા એ ઘણા ખુલાસા કર્યા હતા.

માયોસિટિસ એ એક એવી બીમારી છે જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. તેમજ સ્નાયુઓ નબળા થઈ જાય છે. માયોસિટિસના લક્ષણોમાં સ્નાયુ નબળાઇ આવી જાય છે. સાંધા અથવા સ્નાયુમાં દુખાવો, થાક, શરીરના અંગોમાં સોજો, શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

સામંથાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે હું એ દિવસોને ક્યારેય ભૂલી નહી શકું જ્યારે હું એ બીમારી સામે લડતી હતી. તે સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેને એ બાબતનો ખાસ ઉલ્લેખ કર્યો કે હું આ અનુભવ એટલા માટે શેર કરી રહી છું કારણ કે હું હજી પણ તેનો સામનો કરી રહી છું. હું રહી રહી છું. અને હું ઈચ્છું છું કે લોકો પણ પોતાને સુરક્ષિત રાખે. નોંધનીય છે કે વર્ષ 2023માં સામંથાએ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે કામ પરથી રજા જાહેર કરી હતી. 2022માં તેણે ખુલાસો કર્યો કે તેણી તેની ફિલ્મ ‘યશોદા’ ની રિલીઝ પહેલા માયોસાઇટિસ રોગથી પીડિત હતી. ત્યારે હાલમાં સામંથાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કામ પર પાછા ફરવાની જાહેરાત કરી હતી.

સામંથાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી રાજ અને ડીકેની આગામી વેબ સિરીઝ ‘સિટાડેલ’માં પણ જોવા મળશે. અગાઉ તે સુપરહિટ વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ની બીજી સીઝનમાં જોવા મળી હતી, જેમાં મનોજ બાજપેયી લીડ રોલમાં હતા. સામંથા રાજ અને ડીકે સાથે બીજી વખત સિટાડેલમાં કામ કરશે. ‘સિટાડેલ’માં સામંથા ઉપરાંત વરુણ ધવન લીડ રોલમાં જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button