લોકો સિકંદરને વખોડતા રહ્યા અને સલમાન ખાને કર્યું કંઈક એવું કે…

બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં તેની ફિલ્મ સિકંદરને કારણે લાઈમલાઈટમાં છે અને છઠ્ઠા દિવસે પણ બોક્સ ઓફિસ પર સલ્લુમિયાંની આ ફિલ્મ ખાસ કંઈ ઉકાળી શકી નથી. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ અને ફિલ્મ ક્રિટિક્સ આ ફિલ્મને વખોડવામાં વ્યસ્ત છે ત્યારે સલમાન ખાને કંઈક એવું કર્યું છે કે જેની કોઈએ કલ્પના સુધી નહીં કરી હોય.
આવો જોઈએ આખરે એવું તે શું કર્યું સલમાન ખાને-
બોક્સ ઓફિસ પર સલમાન ખાનની ફિલ્મ સિકંદર ખાસ કંઈ સારું પ્રદર્શન કરી શકી નથી અને આ ફિલ્મને ખૂબ જ નેગેટિવ કમેન્ટ્સ મળી રહી છે. જોકે, આ બધા વચ્ચે સલમાન ખાને પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. સલમાન ખાને ફિલ્મ સિકંદરના પ્રમોશનની ઈવેન્ટમાં જ જાહેરાત કરી હતી કે તે એક બિગ બજેટ ફિલ્મ કરવા જઈ રહ્યો છે અને આ ફિલ્મમાં તેની સાથે સંજુબાબા એટલે કે સંજય દત્ત પણ હશે. આ એક અનટાઈટલ્ડ પ્રોજેક્ટ છે અને એના પર નાના નાના અનેક અપડેટ્સ આવ્યા છે.
સંજય દત્ત અને સલમાન ખાન બંને જણ આ ફિલ્મની જાહેરાત કરી ચૂક્યા છે. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ એક સુપર એક્શન ફિલ્મ હશે. આ રિપોર્ટમાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે સલમાન ખાન અને સંજુબાબા એક રફટફ એક્શન ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ ગંગા રામ હશે અને બંનેના કેરેક્ટરનું નામ પણ એ જ હશે. સલમાન ખાન ફિલ્મ સાથે સંકળાયેલા આ પ્રોજેક્ટ માટે ઉત્સાહિત છે. સલમાને જ્યારે સંજુ બાબાને આ ફિલ્મ વિશે જણાવ્યું ત્યારે તે ખૂબ જ ખુશ થયા અને તેમને ટુ હીરો ફિલ્મનો કોન્સેપ્ટ ખૂબ જ પસંદ આવ્યો હતો.

આ પણ વાંચો: ઉંમરથી નહીં અભિનય મહત્વનો હોય! એકની ફિલ્મ સુપરહિટ તો એકની બોક્સ ઓફિસમાં ધોવાઈ…
જો બધું બરાબર રહ્યું આ વર્ષે જૂન કે જુલાઈમાં ફિલ્મ ફ્લોર પર જશે. સલમાન ખાન અને તેમની ટીમ કોઈ બીજા સ્ટુડિયો સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે. હવે જોવાની વાત એ છે કે મેકર્સ આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ ક્યારે કરે છે. આ ફિલ્મ બાદ સલમાન ખાન બે બીજી ફિલ્મો પર કામ કરશે. જેમાંથી એક તો કિક ટુ હશે અને બીજી કદાચ એટલી સાથેની એક ફિલ્મ હોઈ શકે છે.