સલમાન ખાને આપી ઈદની પાર્ટીઓઃ બોલીવૂડના આ સિતારાઓનો જૂઓ સ્વેગ

અભિનેતા સલમાન ખાન ઈદના દિવસે પોતાની ફિલ્મ રિલિઝ કરે છે. આ વર્ષે ઈદના એક દિવસ પહેલા તેની સિકંદર ફિલ્મ રિલિઝ થઈ છે, જેને સલમાનના ફેન્સ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે તો બીજી બાજુ સલમાને ઈન્ડસ્ટ્રીના કલાકારો માટે ખાસ ઈદ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલીવૂડમાં સિતારાઓએ રંગ જમાવ્યો હતો. તમે પણ જૂઓ કોણે શું પહેર્યું હતું, કોણ કોની સાથે આવ્યું હતું.
ઈદના દિવસે સવારે સલમાને પોતાના નિવાસસ્થાન ગેલેક્સીની બહાર ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. સલમાનના ઘર બહાર ગોળીબાર થયા બાદ તેની ગેલેરીને બદલે તે હવે બુલેટપ્રુફ કાચમાંથી દેખાયો હતો. તેની સાથે બહેનના નાના ટેણીયા પણ હતા.
રાધિકા મદાન ગોલ્ડન શરારા સાથે ઈદની પાર્ટીમાં આવી તો પ્લાસ્ટવાળા હાથ સાથે અભિનેત્રી સોનાલી બેન્દ્રએ પિંક સલવારશૂટમાં એન્ટ્રી લીધી હતી. તેણે પ્લાસ્ટને પણ આઉટફીટ સાછે મેચ કર્યું હતું.

નવા આવેલા સિદ્ધાર્થ ચતુર્વેદી અને પિંક શૂટમાં આવેલી અંજલિ ધવને પણ બધાનું ધ્યાન ખેંચ્યું. અંજલિએ સિકંદરમાં રોલ પણ કર્યો છે.

એવરગ્રીન સ્ટારકપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા મસ્ત લાગતા હતા.

સોનાક્ષી સિન્હા અને પતિ ઝહિર ખાન પણ લગ્ન પછીની પહેલી ઈદ મનાવવા આવ્યા હતા.

વ્હાઈટ એન્ડ બ્લેક સાડીમાં નેહા ધુપિયા અને કુર્ચા પાયજામામાં અંગદ બેદી પણ ઝળકી ઉઠયા હતા.

ખાન ભાઈઓમાં સલમાન અને સોહેલ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા જ્યારે અરબાઝ પઠાણી કુર્તા-પૈજામામાં જોવા મળ્યો હતો.
