મનોરંજન

સલમાનની ‘સુલતાન’ માટે ‘આ’ અભિનેત્રીએ 10 વાર ઓડિશન આપવા છતાં રોલ મળ્યો નહોતો…

વર્ષ 2016માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સુપરસ્ટારે પોતાના પાત્રને મોટા પડદા પર શાનદાર રીતે કરવામાં કામિયાબ રહ્યો હતો અને તેની સાથે અભિનેત્રી અનુષ્કા શર્મા હતી. પહેલી વાર સલમાન અને અનુષ્કા મોટા પડદા પર સાથે જોવા મળ્યા હતા. ચાહકોને પણ બંનેની કેમેસ્ટ્રી પસંદ આવી હતી, પરંતુ જો ફિલ્મમાં અનુષ્કાને બદલે સલમાન સાથે અન્ય કોઈ અભિનેત્રી હોત તો શું થયું હોત?

થોડા સમય પહેલા અભિનેત્રી મૃણાલ ઠાકુરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મ ‘સુલતાન’માં અનુષ્કાના રોલ માટે તે પહેલી પસંદ હતી, પરંતુ ફિલ્મના મેકર્સને તે કુસ્તીબાજના રોલમાં ફિટ લાગી નહોતી. જેના કારણે આ રોલ માટે અનુષ્કાને લેવામાં આવી હતી.

હવે અભિનેત્રી અનુપ્રિયા ગોએન્કાએ પણ અનુષ્કાના રોલ વિશે વાત કરી છે. તેણે કહ્યું કે તેણે ‘અરફા ખાન’ના રોલ માટે 12 ઓડિશન ટેસ્ટ આપ્યા હતા, પરંતુ તે યશરાજ ફિલ્મોની ટિપિકલ હિરોઈન જેવી ન હોવાથી તેને કાસ્ટ કરવામાં આવી નહોતી.

અનુપ્રિયાએ વધુમાં કહ્યું, જ્યાં સુધી હું અલી (અબ્બાસ ઝફર)ને મળી નહોતી ત્યાં સુધી મને ખબર નહોતી કે સુલતાનની વાત કરવામાં આવી રહી છે કારણ કે યશરાજમાં તેઓ તમને મૂળ સ્ક્રિપ્ટ આપતા નથી. તેઓ તમને બીજી કોઈ સ્ક્રિપ્ટ આપે છે અને તે મુજબ ઓડિશન આપવાનું હોય છે.

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે તેને દુઃખ છે કે તેને આ રોલ માટે પસંદ કરવામાં ન આવી. અનુપ્રિયા ગોએન્કાની વાત કરીએ તો તે યશ રાજની ‘વોર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. આ સિવાય તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં કામ કર્યું હતું.

આપણ વાંચો : પિંક લહેંગામાં પરી લાગી રહેલી એક્ટ્રેસે રેમ્પ વોક પર વિખેરી એવી અદાઓ કે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button