મનોરંજન

‘હિરોઇનને કોઈ સમસ્યા નથી તો…’ 31 વર્ષ નાની રશ્મિકા સાથે કામ કરવા પર ભાઈજાને ટ્રોલર પર સાધ્યું નિશાન

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન (Salman Khan) અને રશ્મિકા મંદાના (rashmika mandanna) ફિલ્મ ‘સિકંદર’માં (Film Sikandar) સાથે જોવા મળશે. બંને વચ્ચેના ઉંમરના તફાવતને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો કે અભિનેતા પોતાનાથી 31 વર્ષ નાની અભિનેત્રી સાથે રોમાન્સ કરી રહ્યો હતો. હવે ભાઈજાને આ ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં આ અંગે વાત કરી છે. તેમણે ટ્રોલરને રોકડું પકડાવી દીધું હતું.

ભાઈજાને ટ્રોલર પર નિશાન સાધ્યું

ફિલ્મ સિકંદરમાં રશ્મિકા મંદાના કે જે સલમાન કરતા 31 વર્ષ નાની છે, તે સલમાન સાથે જોવા મળશે. ટ્રેલરમાં બંનેના કેટલાક રોમેન્ટિક સીન બતાવવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. પોતાનાથી ઘણી નાની ઉંમરની અભિનેત્રી સાથે રોમાન્સ કરવાને કારણે અભિનેતાને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે ભાઈજાને આ વિશે વાત કરી છે અને ટ્રોલર પર નિશાન સાધ્યું છે.

દીકરી સાથે પણ કરીશ કામ….

પોતાની વાત પૂરી કરતા તેમણે આગળ કહ્યું, ‘જ્યારે હિરોઈનને કોઈ સમસ્યા નથી, તેના પિતાને કોઈ સમસ્યા નથી, તો પછી બીજા લોકોને શા માટે સમસ્યા છે?’ કાલે, જ્યારે તે લગ્ન કરવાનું નક્કી કરશે, બાળકો કરશે અને મોટી સ્ટાર બનશે, ત્યારે પણ તે ફિલ્મોમાં કામ કરશે, તો મને આમાં સમસ્યા સમજાતી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેઓ લગ્ન કરે અને તેમને દીકરી થાય, તો હું પણ તેમની સાથે કામ કરીશ. હું ચોક્કસ મમ્મીની પરવાનગી લઈશ. આ ટિપ્પણી પર રશ્મિકા હસતી જોવા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button