મનોરંજન

હેં, Salman Khan નથી સલમાન ખાનનું સાચું નામ? શું છે હકીકત, જાણી લો એક ક્લિક પર…

બોલીવુડમાં એવા અનેક સેલિબ્રિટીઝ છે કે જેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવીને પોતાના રિયલ નામ બદલ્યા છે. આજે એમાંથી અનેક સેલેબ્સે નેમ અને ફેમ બંને કમાવ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા સૌના ફેવરેટ, દબંગસ્ટાર, સૌના ભાઈજાન એવા સલમાન ખાનનું ઓરિજનલ નામ સલમાન ખાન નથી? ચોંકી ગયા ને? સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પણ આ હકીકત છે. ચાલો આજે તમને સલમાન ખાનનું સાચું નામ શું છે એ જણાવીએ…

આ પણ વાંચો: સલમાન ખાનની સિકંદરની રિલિઝને માત્ર આઠ દિવસ બાકી, પણ કેમ નથી થતું પ્રમોશન…

બોલીવુડમાં અનેક એવા સેલિબ્રિટીઓ છે કે જેમણે ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા કે પછી કોઈને કોઈ કારણ અનુસાર પોતાના નામ બદલ્યા હશે. પરંતુ તેમના ફેન્સને તેમના મૂળ નામની જાણકારી ભાગ્યે જ હોય છે. નામ બદલનાર સેલેબ્સની યાદીમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, દિલીપ કુમાર સહિત ઘણા કલાકારોનો સમાવેશ થાય છે. આજે અમે અહીં તમને તમારા મનપસંદ સેલિબ્રિટીના નામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમને ભાગ્યે જ જાણકારી હશે. આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું. જી હા, અમિતાભ બચ્ચનનું સાચું નામ ઇન્કલાબ શ્રીવાસ્તવ હતું. પરંતુ બાદમાં તેમના પિતાએ તેમનું નામ બદલીને અમિતાભ રાખ્યું અને ધીરેધીરે સરનેમ પણ બદલીને શ્રીવાસ્તવમાંથી બચ્ચન કરી નાખી હતી. આ ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિ. ખિલાડી અક્ષય કુમારનું રિયલ નેમ પણ અક્ષય કુમાર નહીં પણ રાજીવ હરીઓમ ભાટિયા છે.

આ પણ વાંચો: IPL 2025: સલમાન ખાન આવશે ઓપનિંગ સેરેમનીમાં? જાણો ક્યાં જોઈ શકાશે લાઇવ ટેલિકાસ્ટ…

વાત કરીએ ઈન્ડસ્ટ્રીના ભાઈજાનની તો સલમાન ખાનનું સાચું નામ સલમાન ખાન નથી. જી હા, સલમાન ખાન એ તો સલમાનનું ટૂંકુ નામ છે. હકીકતમાં તો સલમાનનું પૂરું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના કૈફની વાત કરીએ તો કેટરિનાએ પણ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી પોતાની અટક બદલી હતી. આ અટક બદલ્યા બાદ જ તેને લોકો સાથે, દર્શકો સાથે કનેક્ટ કરવામાં મદદ મળી હતી. કેટરિના કૈફની ઓરિજિનલ અટક તો કેટરિના ટર્કોટ હતી એવો ઉલ્લેખ એક અહેવાલમાં કરાયો છે.

આ પણ વાંચો: ફિલ્મ રિલિઝ થાય તે પહેલા સલમાન ખાનનો સિકંદર અવતાર, જુઓ શું છે ખાસ…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર કોપ અજય દેવગણનું સાચું નામ વિશાલ દેવગણ છે તો રોમાન્સ કિંગ તરીકે ઓળખાતા શાહરૂખ ખાનનું નામ તેની દાદીએ અબ્દુલ રહેમાન રાખ્યું હતું પણ પાછળથી એસઆરકેના માતાપિતાએ તેનું નામ બદલીને શાહરૂખ રાખ્યું હતું. દિલીપ કુમારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી પોતાનું નામ પણ બદલી નાખ્યું. તેમનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે ઇન્ડસ્ટ્રીના લોકોના પ્રેમ માટે પોતાનું નામ બદલ્યું હતું. બસ કન્ડક્ટરમાંથી સુપર સ્ટાર બનેલા રજનીકાંતે પોતાનું નામ શિવાજી રાવ ગાયકવાડથી બદલીને રજનીકાંત રાખ્યું હતું. એ જ રીતે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે, કિયારા અડવાણીએ પોતાનું નામ બદલ્યું હતું. બાકી તેનું સાચું નામ આલિયા અડવાણી છે. ઈન્ડસ્ટ્રીમાં પહેલેથી જ એક આલિયા છે, તેથી જ કિયારાએ તેનું નામ બદલવાનું નક્કી કર્યું. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પોતાના ભાઈના નામ સનીથી પ્રેરિત થઈને, સની લિયોનેએ પોતાનું નામ કરણજીત કૌર વોહરાથી બદલીને સની લિયોન કર્યું હોવાનો દાવો પણ એક અહેવાલમાં કરવામાં આવ્યો છે..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button