સલમાન ખાનની 'મુન્ની' 17 વર્ષની થઈઃ જુઓ ક્યુટ તસવીરો તમારું દિલ જીતી લેશે | મુંબઈ સમાચાર

સલમાન ખાનની ‘મુન્ની’ 17 વર્ષની થઈઃ જુઓ ક્યુટ તસવીરો તમારું દિલ જીતી લેશે

મુંબઈઃ વર્ષ 2015માં સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ રિલીઝ થઈ હતી, જેમાં અભિનેતા સાથે એક સુંદર નાની છોકરી જોવા મળી હતી. આજે આ છોકરી 17 વર્ષની થઈ ગઈ છે. હવે તે પહેલા કરતા વધુ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે, જ્યારે તાજેતરમાં તેને બારમી પાસ કરી હતી.

સ્ટાઈલથી દિવાના બનાવે છે ચાહકોને

bajrangi_bhaijaan_

‘બજરંગી ભાઈજાન’ હર્ષાલી મલ્હોત્રાની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેણીએ એક મૂંગી છોકરીની ભૂમિકા ભજવી હતી. બોલ્યા વિના ફક્ત અભિનયથી તેણે લોકોના દિલ જીતી લીધા હતા. આજે હર્ષાલી અભિનયથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. જ્યાં તે તેના ચાહકોને તેના લુક અને સ્ટાઇલથી દિવાના કરી દે છે.

આ પણ વાંચો: પાકિસ્તાની કલાકારો બાદ હવે મુન્ની ટ્રોલર્સના નિશાને, જાણો શું છે કારણ?

ઈન્સ્ટાગ્રામ પર 3.7 મિલિયન ફોલોઅર્સ

View this post on Instagram

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03)

હર્ષાલી મલ્હોત્રાના ઇન્સ્ટાગ્રામ પર 3.7 મિલિયન ફોલોઅર્સ છે જે તેના દરેક ફોટા અને વીડિયો પર પ્રેમ વરસાવે છે. વેસ્ટ્ન હોય કે ટ્રેડિશનલ, હર્ષાલી દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે. આ ફોટાઓમાં તેનો ક્યૂટ લુક્સ ચાહકોના દિલ જીતી રહ્યા છે.

બજરંગી ભાઈજાનથી મળી લોકપ્રિયતા

'Munni' of 'Bajrangi Bhaijaan' gave this reply to trolls

આ ફોટામાં બંજારનનો પોશાક પહેરેલી હર્ષાલીને યુઝર્સે ખૂબ પસંદ કરી હતી. આ ફોટા વાયરલ પણ થયા હતા. પીળો લહેંગો હર્ષાલી પર પણ ખૂબ જ સુંદર લાગે છે. કપાળ પરનો ટીકો અને ગ્લોસી મેકઅપ તેના લુકમાં વધારો કરે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ‘બજરંગી ભાઈજાન’થી વધુ લોકપ્રિયતા મળી હતી. આ ઉપરાંત, હર્ષાલીએ ટીવી શો ‘કુબુલ હૈ’ અને ‘લૌટ આઓ ત્રિશા’માં પણ કામ કર્યું છે.

Back to top button