મનોરંજન

બર્થ-ડેના એક દિવસ પહેલા સલમાનની ‘Sikandar’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ

આવતીકાલે ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવશે

નવી દિલ્હીઃ ઘણી રાહ જોયા બાદ આખરે સલમાન ખાનની ફિલ્મ ‘Sikandar’નો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મ ‘Sikandar’નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને તે ખરેખર અદભૂત છે. શાનદાર ફિલ્મો માટે જાણીતા એઆર મુરુગાદોસ આ ફિલ્મમાં સલમાન ખાનને એક નવા અને અલગ અવતારમાં રજૂ કરવા માટે તૈયાર છે. પોસ્ટરમાં સલમાન ખાન દમદાર અને રહસ્યમય પોઝમાં જોવા મળી રહ્યો છે. એક અદ્ભુત અને રોમાંચક સિનેમેટિક અનુભવની ઝલક તસવીરમાં જોવા મળે છે. સિકંદરનો આ ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે અને ચાહકો આ મેગાસ્ટારના મોટા પડદા પર પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પોસ્ટરમાં સલમાન ખાનની મજબૂત હાજરી Sikandarના તેના પાત્રને પ્રતિબિંબિત કરે છે, જે દર્શકોને આશ્ચર્યચકિત કરવા અને આકર્ષિત કરવા માટે તૈયાર છે. Sikandar સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાની ૨૦૧૪ની બ્લોકબસ્ટર ‘કિક’ પછીની પ્રથમ ફિલ્મ છે, જે સાજિદની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ પણ હતી. ભાઈજાન ફેમ સલમાન ખાન આવતીકાલે ૫૯ વર્ષનો થશે અને આ ફિલ્મનું ટીઝર પણ આવતીકાલે જ રિલીઝ થશે.

Also read: સલમાન ખાન અને ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારો નોઈડામાં પકડાયો

સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત અને એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત, ‘Sikandar’ એક્શન, ડ્રામા અને લાગણીના સંપૂર્ણ મિશ્રણ સાથે એક ઉત્તમ સિનેમેટિક અનુભવ હશે. આ રોમાંચક ફર્સ્ટ લૂક સાથે સલમાન ખાનની આગામી બ્લોકબસ્ટરનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button