આ કારણે Salman Khan નહીં શૂટ કરે વીક-એન્ડ કા વાર?

બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) હાલમાં તેના પર તોળાઈ રહેલાં જોખમ અને રિયાલિટી ટીવી શો બિગ બોસ-18ને કારણે લાઈમલાઈટમાં રહે છે. બિગ બોસની એક અલગ ફેનફોલોઈંગ છે અને આ દર વખત કરતાં આ વખતનું બિગ બોસ ખૂબ જ રોમાંચક છે, પરંતુ હવે વીકએન્ડ કા વારની રાહ જોઈ રહેલાં ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સલમાન ખાન સિક્યોરિટી રિઝન્સને કારણે આ વખતે વીક-એન્ડ કા વાર શૂટ નહીં કરે.
જી હા, લોરેન્સ બિશ્નોઈ દ્વારા આપવામાં આવેલી ધમકીને પગલે સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને હવે એવી માહિતી સામે આવી રહી છે કે આ વખતે સલમાન ખાન સુરક્ષાના કારણોસર વીક-એન્ડ કા વાર શૂટ નહીં કરે. આ સમાચાર સાંભળીને બિગ બોસના ચાહકોને ચોક્કસ જ ધક્કો લાગશે, કારણ કે આ અઠવાડિયે એટલી બધી ધમાલ થઈ છે કે ફેન્સને એવી આશા હતી કે વીક-એન્ડ કા વાર પર ધમાકો જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 12મી ઓક્ટોબરના મહારાષ્ટ્રના રાજકારણનું મોટું માથું ગણાતા બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એ સમયે પણ સલમાન ખાન વીક-એન્ડ કા વારનું શૂટિંગ કરી રહ્યો હતો, પરંકુ જેવા બાબા સિદ્દીકીના હત્યાના સમાચાર મળ્યા કે તેણે શૂટિંગ અડધુ છોડી દીધું હતું. સલમાન અને બાબા ખૂબ જ નજીક હતા અને બાબાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેન્ગે લીધી છે.
આ બધા વચ્ચે સલમાન ખાન પર પણ જોખમ તોળાઈ રહ્યું છે અને આ કારણે જ સલમાન ખાન આ વખતે પણ વીક-એન્ડ કા વાર શૂટ નહીં કરે એવું કહેવાઈ રહ્યું છે. જોકે, હજી સુધી આ બાબતની કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી.
પહેલી વખત નથી કે સલમાન ખાન વીક-એન્ડ કા વારનું શૂટ ના કર્યું હોય. જ્યારે જ્યારે સલમાન બિઝી શેડ્યુલને કારણે વીક-એન્ડ કા વારનું શૂટિંગ નથી કરી શકતો ત્યારે તેને બદલે ફરાહ ખાન કે કરણ જોહર, અનિલ કપૂર આવીને એપિસોડ શૂટ કરતાં હતા. જોઈએ હવે આ વખતે સલમાનને કોણ રિપ્લેસ કરે છે?