Aishwarya Rai-Bachchanને લઈને આ શું બોલ્યો Salman Khan?
Bollywood’s Bhaijaan તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પંકાયેલા Salman Khan હાલમાં તેની ફિલ્મ Sikandarને કારણે તેમ જ તેમના એપાર્ટમેન્ટ પર કરવામાં આવેલા ગોળીબારની ઘટનાને કારણે લાઈમલાઈટમાં છે. ફિલ્મ સિકંદરમાં નેશનલ ક્રશ Rashmika Mandana તેની સાથે જોવા મળશે.
આ બધી ચર્ચા વચ્ચે Bachchan Family’s Bahurani Aishwarya Raiનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો ખૂબ જ જૂનો છે. આ વીડિયોમાં કરણ જોહર Salman Khanને Aishwarya Rai વિશે એક સવાલ પૂછ્યો હતો. આ સવાલનો Salman Khanએ જે જવાબ આપ્યો છે તે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ એવું તે શું છે આ વીડિયોમાં…
Aishwarya Rai Bachahan અને Salman Khanની લવ હેટ રિલેશનશિપ એકદમ જગજાહેર છે. આ સિવાય સલમાન ખાનનું નામ કેટરિના કૈફ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ઐશ્વર્યા રાયે અમિતાભ બચ્ચન સાથે અને કેટરિના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કરી લીધા અને સલમાન ખાન હજી પણ કુંવારો જ છે.
સલમાન ખાન કરણ જોહરના શો કોફી વિથ કરણમાં પહોંચ્યો હતો એ સમયનો આ વીડિયો છે. આ વીડિયોમાં કરણ જોહર સલમાન ખાનને પૂછે છે કે ઐશ્વર્યા કે કેટરિના કૈફ? બંનેમાઁથી વધારે સુંદર કોણ છે? આ સવાલના જવાબમાં સલમાન ખાન પહેલાં તો ઐશ્વર્યા રાયનું નામ લે છે અને ત્યાર બાદમાં તે કેટરિના કૈફને પણ સુંદર ગણાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના લવ-અફેરના કિસ્સા ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ચર્ચિત છે. થોડાક દિવસ પહેલાં સલમાન ખાન એવું કહેતો સાંભળવા મળ્યો હતો કે આ વાતોને ખૂબ જ સમય થઈ ગયો છે. હવે આ બધી વાતો કરવાનો કોઈ અર્થ નથી. એ દિવસ ભૂલી જવામાં જ ભલાઈ છે. જે વ્યક્તિને તમે પ્રેમ કર્યો અને એ જ વ્યક્તિ તમારાથી દૂર થઈ જાય ત્યારે તમને દુઃખ થાય છે. એ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ સાથે ખુશ હોય ત્યારે તમને આનંદ આવે છે. અભિષેક બચ્ચન સારો માણસ છે, એવું પણ સલમાને વધુમાં ઉમેર્યું હતું.