
બોલીવૂડ એક્ટર અને દબંગ સ્ટાર Salman Khanના લગ્નની ઉત્સુકતા માત્ર ખાન પરિવારમાં જ નહીં પણ ફેન્સ અને આખા દેશને છે, પરંતુ સલમાન ખાન છે કે લગ્ન કરવાના મૂડમાં જ નથી. પરંતુ હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોને જોતા ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે કદાચ હવે ખાન પરિવારમાં શરણાઈના સૂર રેલાશે અને નવી વહુની એન્ટ્રી થશે. અહં… જો તમે વિચારી રહ્યા હોવ કે અમે અહીં સલમાન ખાનના લગ્નની વાત કરી રહ્યા છીએ તો બોસ એવું નથી. આ તો સલમાન ખાનના નાના ભાઈ Sohail Khanની વાત થઈ રહી છે.
એક્ટર અને નિર્માતા સોહેલ ખાને 2022માં સીમા સજદેહને છુટાછેડા આપ્યા હતા. સીમા અને સોહેલે 1998માં લગ્ન કર્યા હતા અને વર્ષો બાદ છુટા પડીને તેમણે સૌને ચોંકાવી દીધા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયા પર સોહેલ ખાનના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં તે કોઈ મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર આ ફોટો વાઈરલ થતાંની સાથે જ લોકો એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે અરબાઝ ખાનની જેમ જ સોહેલ ખાનને પણ જીવનમાં બીજી વખત પ્રેમ મળી ગયો છે. જોકે, આ બાબતે સોહેલ ખાન કે ખાન પરિવાર દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.
વાઈરલ થઈ રહેલા આ ફોટોમાં સોહેલ ખાન ડાર્ક બ્લ્યુ કલરના ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. કેઝ્યુઅલ લૂકમાં સોહેલ એકદમ ડેશિંગ લાગી રહ્યો છે, જ્યારે મિસ્ટ્રી ગર્લ બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી હતી.
ફેન્સ સોહેલ ખાનના જીવનમાં આ નવી લેડી લવની એન્ટ્રી થઈ હોવાના સમાચાર આવતા જ એકદમ ખુશ થઈ ગયા છે. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ સોહેલ ખાન પણ મોટા ભાઈ અરબાઝ ખાનની જેમ પોતાની આ લેડી લવ સાથે નિકાહ પઢશે. જોકે, સોહેલ ખાનના જીવનમાં આવેલી નવી મિસ્ટ્રી ગર્લ કોણ છે અને શું કરે છે એ વિશેની તોઈ માહિતી મળી શકી નથી.