સલમાનની સિકંદરની રિલિઝ ડેટ આવી ગઈ, ગુરુ-શુક્ર નહીં પણ આ વારે થશે રિલિઝ…

ઘણી ફિલ્મો રજાઓને ધ્યાનમાં રાખીને શુક્રવારને બદલે ગુરુવારે રિલિઝ થાય છે, પરંતુ સલમાન ખાનની ફિલ્મ રવિવારે રિલિઝ થવાની હોવાની માહિતી મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળી છે. સામાન્ય રીતે સલમાન ઈદના દિવસે પોતાની ફિલ્મ રજૂ થાય તેવી તૈયારીમાં હોય છે. હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે અને 29 અથવા 30 તારીખે ઈદ હોવાની સંભાવના છે. ત્યારે સલમાનની ફિલ્મ માટે 30 તારીખનું મૂહુર્ત નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Salman Khanનો આવો સ્વેગ તો તમે નહીં જ જોયો હોય, વિશ્વાસ ના હોય તો જોઈ લો…
રવિવારે આ ફિલ્મ થિયેટરોમાં રિલિઝ થાય તેવી સંભાવના છે. ઈદ અને તેના ત્રણ ચાર દિવસ સેલિબ્રેશનનો માહોલ હોય છે આથી વિક ડેયઝમાં પણ લોકો ફિલ્મ જોવા આવશે. સોમ મંગળવારે પણ લોકો ફિલ્મો જોવા આવશે તેવું ગણિત નિર્માતાઓએ બેસાડ્યું છે.
જોકે આ સલમાનની પહેલી ફિલ્મ નથી જે રવિવારે રિલિઝ થઈ રહી છે, અગાઉ ટાઈગર-3 પણ રવિવારે રિલિઝ થઈ હતી અને ઑપનિંગ કલેક્શન રૂ. 44 કરોડનું થયું છે. ગઈ ઈદે સલમાનની ફિલ્મ આવી ન હતી આથી સિકંદરની તેના ફેન્સ રાહ જોઈ રહ્યા છે. સિકંદરનું ટ્રેલર અને સૉંગ્સ ઘણા પોપ્યુલર થયા છે. સલમાન ખાન સાથે રશ્મિકા મંદાના છે. રશ્મિકાએ એનિમલથી સફર શરૂ કરી અને પુષ્પા-2, છાવા અને હવે સિંકદરમાં દેખાઈ રહી છે. તેની છેલ્લી ત્રણેય ફિલ્મ સુપરહીટ ગઈ છે અને સિકંદર પણ સારું કલેક્શન કરશે તેમ માનવામાં આવે છે. હવે ખરેખર ફિલ્મ કેટલું કલેક્શન કરશે તે તો રિલિઝ પછી જ ખબર પડશે.