કોણે કરી Salman Khan, Shahrukh Khanના મૃત્યુની ભવિષ્યવાણી? | મુંબઈ સમાચાર

કોણે કરી Salman Khan, Shahrukh Khanના મૃત્યુની ભવિષ્યવાણી?

જ્યોતિષશાસ્ત્ર એ એક એવી વિદ્યા છે જેના જાણકારો ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય વિશે પૂર્વાનુમાન લગાવી શકે છે. એક જાણીતા જ્યોતિષાચાર્યે પોતાની આ વિદ્યાની મદદથી જ બોલીવૂડના જાણીતા સેલિબ્રિટી સલમાન ખાન (Salman Khan) અને શાહરૂખ ખાન (Shahrukh Khan)ના મૃત્યુની ભવિષ્યવાણી કરી છે. ચાલો જાણીએ કોણ છે આ જ્યોતિષી અને તેમણે શું કહ્યું છે-

જાણીતા એસ્ટ્રલોજર સુશિલકુમાર સિંહે આ ચોંકાવનારો દાવો કર્યો છે અને તેમણે સલમાન ખાન અને શાહરૂખ ખાનની મૃત્યુને લઈને ભવિષ્યવાણી કરી છે. તેમણે આ ભવિષ્યવાણી એક પોડકાસ્ટ દરમિયાન કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શાહરૂખ ખાન અને સલમાન ખાનનું મૃત્યુ એક જ વર્ષમાં થશે અને બંનેના નિધન સમયે તેમની ઉંમર સમાન હશે.
સુશિલકુમારે જણાવ્યું હતું કે સલમાન અને શાહરૂખ ખાનનું આયુષ્ય 67.5 વર્ષનું જ છે અને ત્યાર બાદ તેમનું મૃત્યુ થઈ જશે. એટલું જ નહીં તેમણે પોતાની ભવિષ્યવાણીમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે સલમાન ખાનનું મૃત્યુ શૂટિંગથી નહીં પણ ગંભીર બીમારીને કારણે થશે. જ્યારે શાહરૂખ ખાનનું મૃત્યુનું કારણ સુશિલકુમારે નથી જણાવ્યું. પરંતુ તેમણે એક વાત ચોક્કસ કહી છે કે શાહરૂખ ખાન અને સલમાન ખાનનું મૃત્યુ એક જ વર્ષમાં થવાનું છે. અહીંયા તમારી જાણ માટે કે શાહરૂખ અને સલમાનનો જન્મ 1965માં થયો છે.

આ પણ વાંચો : બાપ રે! શું થયું? આર્યન ખાન પર કેમ ભડક્યો શાહરૂખ ખાન!

સલમાન અને શાહરૂખ ખાનની ઉંમરની વાત કરીએ તો હાલમાં બંને જણ 59 વર્ષના છે અને 2025માં બંને જણ 60 વર્ષના થઈ જશે. ઓસ્ટ્રોલોજર સુશિલકુમારની વાત પર વિશ્વાસ કરીએ તો 2032-33માં સલમાન અને શાહરૂખ આ દુનિયામાંથી વિદાય લઈ જશે. સલમાન અને શાહરૂખના ફેન્સ માટે આ વાત ચોક્કસ જ આંચકાદાયક હશે, પણ જોઈએ હવે સુશિલકુમારની વાતમાં કેટલો દમ છે. આ એ જ સુશિલ કુમાર છે જેમણે સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્નને લઈને પણ ભવિષ્યવાણી કરી છે.

આ પણ વાંચો : સફળ ફિલ્મોની હેટ્રીક આપનારી હીરોઈને સલમાન ખાનને આપી રાહત…

(અહીંયા આપવામાં આવેલી માહિતીની મુંબઈ સમાચાર કોઈ પુષ્ટિ નથી કરતું. આ માહિતી પોડકાસ્ટ પર આધારિત છે.)

સંબંધિત લેખો

Back to top button