આમચી મુંબઈમનોરંજન

Happy Birthday: ભાઈજાન થયા 58 વર્ષના, તેનુ આખું નામ જાણો છો?

આજે દબંગ સ્ટાર સલમાન ખાનનો જન્મદિવસ છે. ભાઈજાનના નામથી જાણીતા સલમાન તેનો 58મો જન્મદિવસ મનાવી રહ્યો છે. પરિવાર સાથે કેક કટિંગના ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે ફેન્સ તેના બાન્દ્રા ખાતેના ઘર બહાર તેની રાહ જોઈને ઊભા છે. બહુ મોટી ફેન ફોલોઈંગ ધરાવતા સલમાનને સોશિયલ મીડિયા પર પણ શુભકામનાઓ મળી રહી છે. રીલ અને રીયલ લાઈફ બન્નેને લીધે હંમેશાં ચર્ચામાં રહેતા સલમાન વિશે આજે અમુક રસપ્રદ વાતો અમે તમને કહીશું.

1965ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમા સલમાનનો જન્મ થયો. તે આજે ભલે ઘણા નામથી જાણીતો હોય પણ તેનું સાચું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. જે પિતા સલીમ ખાન અને દાદા અબ્દુલ રાશિદ ખાનના નામ પરથી રાખવામા આવ્યું છે. તમને એ પણ જણાવીએ કે સલમાન ખાને અભિનેતા બનતા પહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. તેણે જેકી શ્રોફ અભિનીત ફિલ્મ ફલક માં સહાયક નિર્દેશક તરીકે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

અભિનેતા તરીકે સલમાન ખાનની પહેલી ફિલ્મ બીવી હો તો ઐસી હતી, જેમાં તેણે અભિનેત્રી રેખાના દિયર તરીકેની નાનકડી ભૂમિકા નિભાવી હતી, પરંતુ તેને તેની બીજી ફિલ્મ મૈંને પ્યાર કિયાએ ધૂમ મચાવી. આ ફિલ્મ અને તેનું સંગીત આજે પણ લોકો યાદ કરે છે. ભાગ્યશ્રી સાથેની સલમાનની જોડી તે સમય યુવાનોમાં એટલી ફેમસ હતી કે નવદંપતીને લોકો સુમન અને પ્રેમની જોડી કહીને બોલાવતા હતા. તે પછી સલમાને ઘણી હીટ કે ફ્લોપ ફિલ્મો આપી.

જોકે તે વધારે ચર્ચામાં તેની વ્યક્તિગત જિંદગીને લીધે રહ્યો. દારૂના નશામાં ગાડી ચલાવી રસ્તે સુતેલા માણસને કચડી નાખવાનો આરોપ અને તેની લાંબી કોર્ટની કાર્યવાહી, તે બાદ ચિંકારાનો શિકાર જેની માટે પણ કોર્ટના ધક્કા ખાધા. આ સાથે વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય સાથેના સંબંધો દરમિયાન પણ તે ઘણો ચર્ચામાં રહ્યો.

60 વર્ષનો થવા જઈ રહેલો અભિનેતા હજુ અપરિણિત છે છતાં સંગીતના બિજલાનીથી માંડી અનેક અભિનેત્રીઓ સાથે તેનું નામ જોડાઈ ચૂક્યું છે. છેલ્લે કેટરિના કૈફ સાથેના તેના સંબંધોની ચર્ચા હતી, પણ કેટે વિકી કૌશલ સાથે લગ્ન કરી લીધા અને આ પ્રેમ પ્રકરણને પણ પૂર્ણવિરામ લાગી ગયું. સલમાન પોતાના નામે પ્રોડક્શન હાઉસ ધરાવે છે તો બિંગ હ્યુમન નામની બ્રાન્ડ અને એનજીઓ પણ છે. આ સાથે ઘણી બ્રાન્ડનો તે એમ્બેસેડર પણ છે.

એક રિપોર્ટ અનુસાર તેની નેટ વર્થ રૂ. 2800 કરોડ કરતા વધારે છે. હંમેશાં પિતાએ આપેલું ટરર્કોઈઝ-ફીરોઝી રંગનું બ્રેસલેટ લકી ચાર્મ તરીકે પહેરતા સલમાનના હાથમાં આવતા વર્ષે ત્રણ-ચાર ફિલ્મો છે, જોકે હજુ તેની રીલિઝ ડેટ આવી નથી. સલમાનને જન્મદિન મુબારક

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button