
મુંબઇ : બૉલીવુડના અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારવાની ધમકી મળી છે. મુંબઈના વરલી ટ્રાફિક વિભાગના વોટ્સએપ નંબર પર ધમકી મોકલવામાં આવી છે .જેમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખવામાં આવશે. એટલું જ નહીં સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. વરલી પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેતાને લોરેન્સ બિશ્નોઈ તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી
આ પહેલી વાર નથી જ્યારે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પહેલા પણ ઘણી વખત અભિનેતાને આવી જ ધમકીઓ મળી ચૂકી છે. બોલિવૂડ અભિનેતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી પ્રત્યક્ષ અને પરોક્ષ ધમકીઓ મળી છે. વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનની કથિત સંડોવણી બદલ આ ગેંગ સલમાન ખાનને નિશાન બનાવી રહી હોવાનું કહેવાય છે. કારણ કે બિશ્નોઈ સમુદાય માટે કાળિયાર હરણ ધાર્મિક મહત્વ ધરાવે છે.
આપણ વાંચો: આખરે આમિર ખાન દેખાયો ગર્લફ્રેન્ડ સાથેઃ હાથમાં હાથ લઈને ચાલતા કપલનો વીડિયો વાયરલ
સલમાન ખાને મૌન તોડ્યું
આ દરમિયાન સલમાનની ફિલ્મ ‘સિકંદર’ના પ્રમોશન દરમિયાન જાનથી મારી નાખવાની ધમકીઓ પર પોતાનું મૌન તોડ્યું હતું. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું, “ભગવાન, અલ્લાહ બધાથી ઉપર છે. મારું આયુષ્ય લખેલું છે. બસ, ક્યારેક અનેક લોકોને સાથે લઈને ચાલવું પડે છે. એ જ સમસ્યા છે.