મનોરંજન

સલમાન ખાને ખરીદી બુલેટપ્રુફ કાર, કિંમત જાણીને ચોંકી જશો…

મુંબઈ: સલમાન ખાન બોલીવૂડનું જાણીતું નામ છે. છેલ્લા કેટલાક સમયથી તેઓને લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે. જેને લઈને સલમાન ખાન સાવધાન થઈ ગયો છે. જોકે હવે તેણે પોતાની સલામતીને ધ્યાનમાં એક બુલેટપ્રુફ કાર વસાવી લીધી છે. જેની કિંમત જાણીને તમારા હોંશ ઊડી જશે.

સલમાન ખાને ખરીદી બુલેટપ્રુફ મર્સિડીઝ
સલમાન ખાન લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવતી ફિલ્મી હસ્તીઓ પૈકીના એક છે. તેમની પાસે અનેક લક્ઝુરિયસ કાર છે. જેમા હવે વધુ એક કારનો વધારો થયો છે. પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને સલમાન ખાને બુલેટપ્રુફ મર્સિડીઝ-મેબૈક GLS 600 એસયુવી કાર ખરીદી છે. શાનદાર લૂક અને અવનવા ફિચર્સ ધરાવતી આ કારની કિંમત 3.40 કરોડ છે.

મેબૈક GLS 600 એસયુવીની ખાસિયત
બુલેટપ્રુફ મર્સિડીઝ-મેબૈક GLS 600 એસયુવી કાર 4.0-લિટર ટ્વીન-ટર્બોચાર્જ્ડ V8 પેટ્રોલ એન્જિન ધરાવે છે. કાર સાથે 48V માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમ સાથે જોડાયેલી છે. 4MATIC ઓલ-વ્હીલ ડ્રાઇવ અને 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ આ કાર બુલેટપ્રુફ મર્સિડીઝ 250 કિમી/કલાકની ટોપ સ્પીડ ધરાવે છે.

કપીલના શોમાં મુખ્ય મહેમાન બન્યો સલમાન
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન છેલ્લે સિકંદર ફિલ્મમાં જોવા મળ્યો હતો. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી શકી ન હતી. તાજેતરમાં તે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની ત્રીજી સીઝનના પહેલા એપિસોડમાં મુખ્ય મહેમાન તરીકે આવ્યો હતો. જેમાં તેણે પોતાના મિત્રો સાથેના સંબંધો તથા પોતાના લગ્ન કરવાના વિચાર વિશે વાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button