આમચી મુંબઈમનોરંજન

Salman Khanની હત્યાનો પ્લાન બનાવી રહ્યો હતો અને પોલીસ….

મુંબઇમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષા પણ ઘણી વધારી દેવામાં આવી છે. સલમાન ખાન ઘણા સમયથી શૂટરોના નિશાના પર છે. તાજેતરમાં જ બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેના પર હુમલાની જવાબદારી લીધી હતી. સલમાન ખાનને બાબા સિદ્દીકી સાથે ઘનિષ્ટ સંબંધો હતા. હવે સલમાન સાથે જોડાયેલા એક મોટા સમાચાર આવી રહ્યા છે. મુંબઈ પોલીસે સલમાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ એક આરોપીની ધરપકડ કરી છે. 

બુધવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીની હરિયાણાના પાણીપતથી ધરપકડ કરવામાં આવી છે અને તેનું નામ સુખા છે. તેને નવી મુંબઈ લાવવામાં આવ્યો છે અને ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આરોપીઓ આ વર્ષે જૂનમાં સલમાનની હત્યા કરવાની યોજના ઘડી રહ્યા હતા, પોલીસે દાવો કર્યો હતો કે સલમાન ખાનને નવી મુંબઈમાં તેના ફાર્મહાઉસ તરફ જવાના માર્ગે નિશાન બનાવવામાં આવ્યો હતો. આ ષડયંત્ર પહેલા એપ્રિલમાં બાંદ્રા સ્થિત સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું. સલમાને આ વર્ષની શરૂઆતમાં પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેને શંકા છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તેના ઘરની બહાર કરવામાં આવેલા હુમલો લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કામ હતું. તેને અને તેના પરિવારના લોકોને મારવાના ઈરાદાથી આમ કરવામાં આવ્યું હતું.

સલમાનનું નિવેદન પોલીસે આ કેસમાં પોલીસે દાખલ કરેલી ચાર્જશીટનો એક ભાગ છે. સલમાને જણાવ્યું હતું કે જાન્યુઆરી 2024માં બે અજાણ્યા લોકોએ નકલી ઓળખ દ્વારા પનવેલ નજીક તેના ફાર્મહાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.સલમાનના ફાર્મહાઉસમાં પ્રવેશવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.  સલમાને જણાવ્યું હતું કે જાન્યુઆરી 2024માં બે અજાણ્યા લોકોએ નકલી ઓળખ દ્વારા પનવેલ નજીક તેના ફાર્મહાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. 

પોલીસના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને સંપત નેહરા ગેંગે સલમાનના બાંદ્રા હાઉસ, પનવેલ ફાર્મહાઉસ અને શૂટિંગ લોકેશન પર તેની હિલચાલ પર નજર રાખવા માટે 60-70 લોકોને કામે રાખ્યા હતા. સલમાનની હત્યાના કાવતરાની માહિતી બાદ 24 ઓગસ્ટના રોજ પનવેલ પોલીસ સ્ટેશનમાં ઘણા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. 

સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાને તાજેતરમાં એક મીડિયા મુલાકાતમાં સલમાનને મળી રહેલી ધમકીઓ અને બાબા સિદ્દીકીની હત્યા બાદ તેની સુરક્ષા વિશે વાત કરી હતી. અરબાઝે કહ્યું હતું કે , ‘આ એવો સમયગાળો છે જ્યારે તમને લોકોની અસલિયત ખબર પડે છે કે તમારી સાથે કે તમારા સમર્થનમાં કોણ છે.

Also Read –

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker